શિવરાજને કૃષિ, મનોહર લાલને અર્બન હાઉસિંગ… મોદી સરકાર 3.0માં કયું મંત્રાલય કોને મળ્યું? જુઓ સંપૂર્ણ યાદી
નવી દિલ્હી,10 જૂન: નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પીએમ મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લેવાની સાથે જ પીએમ મોદીએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુની બરાબરી કરી લીધી, જેઓ અગાઉ સતત ત્રણ વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી પછી રાજનાથ સિંહે કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે બીજા સ્થાને અને અમિત શાહ ત્રીજા સ્થાને છે.
રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં નીતિન ગડકરી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ. જયશંકરે કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ કરનાલ લોકસભા સીટ પરથી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા છે. મોદી સરકાર 3.0માં મોદીની સાથે 71 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારી અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
મોદી સરકાર 3.0માં કયું મંત્રાલય કોને મળ્યું
કેબિનેટ મંત્રી | ||
નામ | મંત્રાલય | પક્ષ |
રાજનાથ સિંહ | સંરક્ષણ | ભાજપ |
અમિત શાહ | ગૃહ | ભાજપ |
નીતિન ગડકરી | માર્ગ અને પરિવહન | ભાજપ |
જે.પી. નડ્ડા | આરોગ્ય | ભાજપ |
શિવરાજ સિંહ ચૌહાણ | કૃષિ, પંચાયત અને ગ્રામીણ વિકાસ | ભાજપ |
નિર્મલા સીતારમણ | નાણા | ભાજપ |
એસ. જયશંકર | વિદેશ | ભાજપ |
મનોહરલાલ ખટ્ટર | ઊર્જા અને શહેરી વિકાસ | ભાજપ |
એચ.ડી. કુમારસ્વામી | ભારે ઉદ્યોગ અને સ્ટીલ | જેડીએસ |
પિયુષ ગોયલ | વાણિજ્ય અને ઉદ્યોગ | ભાજપ |
ધર્મેન્દ્ર પ્રધાન | શિક્ષણ | ભાજપ |
જીતનરામ માંઝી | લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ | હમ |
રાજીવ રંજન | જેડીયુ | |
સર્બાનંદ સોનોવાલ | પોર્ટ અને શિપિંગ | ભાજપ |
વીરેન્દ્ર ખટીક | ભાજપ | |
રામમોહન નાયડુ | નાગરિક ઉડ્ડયન | ટીડીપી |
પ્રહલાદ જોશી | ફૂડ, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યૂએબલ એનર્જી | ભાજપ |
જુએલ ઓરામ | ભાજપ | |
ગિરિરાજ સિંહ | ટેેક્સટાઈલ મંત્રી | ભાજપ |
અશ્વિની વૈષ્ણવ | રેલવે, માહિતી અને પ્રસારણ | ભાજપ |
જ્યોતિરાદિત્ય સિંધિયા | ટેલિકોમ | ભાજપ |
ભૂપેન્દ્ર યાદવ | પર્યાવરણ | ભાજપ |
ગજેન્દ્ર શેખાવત | પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો | ભાજપ |
અન્નપૂર્ણા દેવી | મહિલા અને બાળવિકાસ | ભાજપ |
કિરેન રિજિજુ | સંસદીય બાબતો | ભાજપ |
હરદીપ સિંહ પુરી | પેટ્રોલિયમ | ભાજપ |
મનસુખ માંડવિયા | શ્રમ | ભાજપ |
જી. કિશન રેડ્ડી | ભાજપ | |
ચિરાગ પાસવાન | રમત-ગમત, યુવા બાબતો, ફૂડ પ્રોસેસિંગ | એલજેપી (RV) |
સી.આર. પાટીલ | જળશક્તિ | ભાજપ |
રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) | ||
નામ | મંત્રાલય | પક્ષ |
રાવ ઈન્દ્રજિત સિંહ | સાંસ્કૃતિક અને પ્રવાસન બાબતો | ભાજપ |
જીતેન્દ્ર સિંહ | ભાજપ | |
અર્જુનરામ મેઘવાલ | ભાજપ | |
પ્રતાપરાવ જાધવ | શિવસેના | |
જયંત ચૌધરી | આરએલડી | |
રાજ્યમંત્રી | ||
નામ | મંત્રાલય | પક્ષ |
જિતિન પ્રસાદ | ભાજપ | |
શ્રીપદ નાઇક | ભાજપ | |
પંકજ ચૌધરી | ભાજપ | |
કૃષ્ણપાલ ગુર્જર | ભાજપ | |
રામદાસ આઠવલે | આરપીઆઈ | |
રામનાથ ઠાકુર | જેડીયુ | |
નિત્યાનંદ રાય | ભાજપ | |
અનુપ્રિયા પટેલ | અપના દળ(એસ) | |
વી. સોમન્ના | ભાજપ | |
પી. ચંદ્રશેખર | ટીડીપી | |
એસ.પી. સિંહ બઘેલ | ભાજપ | |
શોભા કરંદલાજે | લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગ | ભાજપ |
કીર્તિવર્ધન સિંહ | ભાજપ | |
બી.એલ. વર્મા | ભાજપ | |
શાંતનુ ઠાકુર | પોર્ટ અને શિપિંગ | ભાજપ |
સુરેશ ગોપી | પ્રવાસન, સાંસ્કૃતિક બાબતો | ભાજપ |
એલ. મુરુગન | ભાજપ | |
અજય ટમ્ટા | માર્ગ અને પરિવહન | ભાજપ |
બંડી સંજય કુમાર | ભાજપ | |
કમલેશ પાસવાન | ભાજપ | |
ભાગીરથ ચૌધરી | ભાજપ | |
સતીશ દુબે | ભાજપ | |
સંજય શેઠ | ભાજપ | |
રવનીત સિંહ બિટ્ટુ | લઘુમતી વિભાગ | ભાજપ |
દુર્ગાદાસ ઉઈકે | ભાજપ | |
રક્ષા ખડસે | ભાજપ | |
સુકાંત મજુમદાર | ભાજપ | |
સાવિત્રી ઠાકુર | ભાજપ | |
તોખન સાહુ | શહેરી વિકાસ | ભાજપ |
રાજભૂષણ ચૌધરી | ભાજપ | |
ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્મા | ભાજપ | |
હર્ષ મલ્હોત્રા | માર્ગ અને પરિવહન | ભાજપ |
નિમુબેન બાંભણિયા | ભાજપ | |
મુરલીધર મોહોલ | નાગરિક ઉડ્ડયન | ભાજપ |
જ્યોર્જ કુરિયન | ભાજપ | |
પબિત્રા માર્ગેરિટા | ભાજપ |