ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કૃષિમંત્રી રાઘવજી પટેલે દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો, જૂઓ પછી શું થયું ?

Text To Speech

આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો હતો.

કૃષિમંત્રી દેશી દારૂને ચરણામૃત સમજીને પી ગયા

પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. આદિવાસી દિવસની ઉજવણીની પૂજા માં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે . ત્યારે આ પૂજા દરમ્યાન એક લિલી બોટલ માં દેશી દારૂ હતો જે પૂજા માટે મંત્રી સહિત મહાનુભાવોને આપવામાં આવ્યો હતો. જોકે કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દેશી દાર નો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો હતો.

વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ત્યારબાદ બાજુમાં ઉભેલા વ્યક્તિ એ મંત્રીને કહ્યું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાતા દેશી દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો હાલશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં હાસ્યનું કારણ બન્યું છે.

જાણો રાઘવજી પટેલે શું કહ્યું ?

આ અંગે રાઘવજી પટેલે બાદમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે,”મને આ પરંપરાઓ વિશે જાજુ જ્ઞાન નથી. અને આરિતરીવાજોથી હું અજાણ છું, હું પહેલી વખત અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતીમાતાને અર્પણ કરવાનું હતું. મને ખ્યાલ ન હતો એટલે આવું થયું “

આ પણ વાંચો : સાહેબ સેધાજી-અનિલ ધારે તો આખું વિસનગર ખરીદી લે!

Back to top button