- શિક્ષણના સ્તરને કારણે ભારતમાંથી કોઈને નોબેલ પ્રાઈઝ મળ્યો નથી: રાઘવજી
- પશુપાલન ક્ષેત્રમાં ભારતના કોઈ વ્યક્તિને નોબલ પ્રાઈઝ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી
- કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપી
શિક્ષણના સ્તરને કારણે ભારતમાંથી કોઈને નોબેલ પ્રાઈઝ મળ્યો નથી તેમ રાઘવજી પટેલે જણાવ્યું છે. જેમાં કૃષિ મંત્રીએ વ્યથા ઠાલવી, કહ્યું- આપણે નવું કંઈ શોધી શકતા નથી. તથા પશુપાલન ક્ષેત્રમાં ભારતના કોઈ વ્યક્તિને નોબલ પ્રાઈઝ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમાં ભારતના કોઈ વ્યક્તિને નોબેલ પ્રાઈઝ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:
રાઘવજી પટેલે ભારતની શિક્ષણ વ્યવસ્થા અને પરિસ્થિતિ પર વ્યથા ઠાલવી
કામધેનુ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ભારતની શિક્ષણ વ્યવસ્થા અને પરિસ્થિતિ પર વ્યથા ઠાલવી હતી. અહીના GNLU હોલમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં તેમણે ”ભારતના લોકો પૈકી કોઈને નોબેલ પ્રાઈઝ નથી મળ્યુ. તેના પરથી ખ્યાલ આવે છે કે ભારતનું શિક્ષણનું સ્તર કેટલું છે.
આ પણ વાંચો: ગુજરાત: રોંગ સાઈડ ડ્રાઈવથી અકસ્માતમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
શિક્ષણ પદ્ધતિ ઉપર કોઈ પ્રશ્ન ઉપસ્થિત કર્યો નથી
આપણે નવું કંઈ શોધી શકતા નથી, સંશોધન કરી શકતા નથી” કહીને હવે પછી પશુપાલન ક્ષેત્રે ભારતના કોઈ વ્યક્તિને નોબેલ પ્રાઈઝ મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પદવીદાન સમારોહ બાદ ઉપરોક્ત નિવેદન સંદર્ભે મિડિયા સમક્ષ કૃષિ અને પશુપાલન, ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે, આ વાત સંશોધનમાં ઉત્તીણ થયેલા કામધેનુ યુનિવર્સિટીના પદવીધારકો અને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે કહી હતી. શિક્ષણ પદ્ધતિ ઉપર કોઈ પ્રશ્ન ઉપસ્થિત કર્યો નથી.
આ પણ વાંચો: ઈજનેરીનું ફાઈનલ મેરિટ અને મોક રાઉન્ડનું પરિણામ આ તારીખે જાહેર કરાશે
કુલ 670 વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ
સંશોધનમાં વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળે તે માટે વાત કરી છે. સમારોહમાં 499ને સ્નાતક, 145ને અનુસ્નાતક, અને પીએચડીના 36 મળી કુલ 670 વિદ્યાર્થીને પદવી એનાયત કરાઈ હતી. તેમને સંબોધતા મંત્રીએે દેશના આર્થિક વિકાસમાં પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગનું મહત્ત્વ ખુબ જ વધારે હોવાનું કહ્યુ હતું. ભારતને ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી બનાવવા વડાપ્રધાનના સ્વપ્નને પૂર્ણ કરવામાં પશુપાલન અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રનો ફાળો મહત્ત્વવરૂપ બની રહશે તેમ પણ ઉમેર્યુ હતુ.