ગાંધીનગરના કુડાસણ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર, 14 ડિસેમ્બર 2023, નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ગાંધીનગરના કુડાસણ ખાતે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલ 100 ટકા ‘ઓર્ગેનિક્સ સ્ટોર’માં ખાદ્ય તેલ, વિવિધ ગરમ મસાલા, મિલેટસ્, ડ્રાયફ્રૂટ્સ,ચોખા, કઠોળ, લોટ-આટો, ડેઈલી ઇટેબલ, સ્વીટનર્સ, જ્યુસ, શાકભાજી, ફળફળાદી, કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે.
‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરની નવીન એપ લોન્ચ
આજે ગાંધીનગરની સાથે અમદાવાદમાં કેશવબાગ, સેટેલાઈટ અને શેલા એમ ચાર સ્થાનો પર ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા આગામી એક વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં ૩૦૦ જેટલા ઓર્ગેનિક્સ સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.શુભારંભ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલ દ્વારા ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરની નવીન એપ પણ લોન્ચ કરવામાં આવી હતી.
આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં
આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિહ ગોલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા, સમાજ સેવક અને અંગદાનના પ્રેરક દિલીપ દેશમુખ, ભાજપ અગ્રણી કે. સી .પટેલ, કોર્પોરેટર્સ, ગોકુલ ગ્રુપના એમ.ડી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, સીઈઓ, સહિત મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં દુબઈ અને સિંગાપોર જેવી આઇકોનિક 7 બિલ્ડિંગને મંજૂરી