
- કેરી સહિતના બાગાયતી પાકમાં નુકસાન અંગે સહાય ચુકવાશે
- કૃષિમંત્રીએ વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત
- કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. તેમ છતા હજુ પણ આગામી દિવસોમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. ત્યારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય ચૂકવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કૃષિમંત્રીએ ખેડૂતોને સહાય અંગે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી છે. કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યુ છે કે, બાગાયતી પાકમાં નુકસાન અંગે પણ સર્વે કરી સહાય ચૂકવવામાં આવશે.
કેરી સહિતના બાગાયતી પાકમાં નુકસાન અંગે સહાય ચુકવાશે
રાજ્યમાં માવઠાથી પરેશાન ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. વિધાનસભામાં ચર્ચા દરમિયાન રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલે સહાય અંગે જાહેરાત કરતાં કહ્યું કે, સાચી વિગતો આવ્યા બાદ સહાય કરવામાં આવશે. સાથે જ કેરી સહિતના બાગાયતી પાકમાં નુકસાન અંગે પણ સર્વે કરી સહાય ચુકવવામાં આવશે. મહત્વનું છે કે માર્ચ મહિનામાં પડેલા માવઠાથી અનેક તાલુકા અને જિલ્લામાં ખેડૂતોને નુકસાનીના અહેવાલો સામે આવ્યા હતા.
ગુજરાતમાં બે તબક્કામાં થયો કમોસમી વરસાદ
આપને જણાવી દઇએ કે પ્રથમ તબક્કામાં 45 અને બીજા તબક્કામાં 31 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. તો રાજ્યના 70 તાલુકાઓમાં 10 MMથી વધુ વરસાદ નોંધાયો. જેને લઇને કૃષિમંત્રીએ કહ્યું કે 16 જિલ્લાઓમાં પાક નુકસાની અંગે સર્વે થયો છે. ત્યારે સરકારે ખેડૂતોને હૈયાધારણા આપતી કહ્યું કે, કુદરતી આફત સમયે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની સાથે જ છે.
ગુજરાત સરકાર વારંવાર ખેડૂતોને સહાય કરે છે – કૃષિમંત્રી
2017થી લઈ અત્યાર સુધી વારંવાર ખેડૂતોને સહાય ચુકવવામાં આવી હોવાનું કૃષિમંત્રીએ જણાવ્યું. સરકારે આંકડા રજૂ કરતાં કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને 10 હજાર કરોડ કરતા પણ વધારેની સહાય કરી છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા ઘણી સમયથી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોળી બનાવી દીધી છે. ખેડૂતોનો પાક તૈયાર થવાના આરે હતો અને તેના પર પાણી ફરી વળ્યુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને ઘણું નુકસાન પહોંચ્યુ છે. ખેડૂતો દ્વારા સરકાર તેમને સહાય કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે.