ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કૃષિ ક્રેડિટ સોસાયટી પ્રમુખો પ્રજાસત્તાક દિવસે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત

Text To Speech

નવી દિલ્હી, 23 જાન્યુઆરી: આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે. દેશભરના 24 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પ્રાઇમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી (PACS)ના 250 અધ્યક્ષો ભારત સરકારના વિશેષ અતિથિ તરીકે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ પરેડના સાક્ષી બનશે. આ સાથે તેમના જીવનસાથીઓને પણ આમંત્રિત કરાયા છે. નોંધનીય છે કે, સંરક્ષણ મંત્રાલયના સહયોગથી સહકાર મંત્રાલય પ્રજાસત્તાક દિવસ પરેડ 2024માં વિશેષ મહેમાનોનું આયોજન કરી રહ્યું છે.

PACSના અધ્યક્ષો 25 જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે, જ્યાં સહકારિતા રાજ્ય મંત્રી બી.એલ.વર્માની સાથે અધ્યક્ષો મુલાકાત કરીને રાત્રિ ભોજન લેશે. 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ નિહાળ્યા બાદ તેઓ સાંજે “ભારત પર્વ” કાર્યક્રમમાં હાજરી આપશે. સહકાર મંત્રાલય પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં આમંત્રિત આ વિશેષ મહેમાનોની મુલાકાતને યાદગાર અનુભવ બનાવવા અને PACS કોમ્પ્યુટરાઇઝેશન પ્રોજેક્ટની સફળતા દર્શાવવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ વાત એ છે કે, આ ઇવેન્ટ સહભાગી PACSને ‘સહકાર દ્વારા સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે નવેસરથી ઉત્સાહ સાથે કામ કરવા પ્રેરિત કરશે.

દેશભરમાં 12 હજારથી વધુ PACS કોમ્પ્યુટરાઇઝ્ડ કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સહકાર દ્વારા સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવા માટે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે ખૂબ જ ઓછા સમયમાં 54થી વધુ મહત્વપૂર્ણ પહેલ કરી છે. “PACS નું કોમ્પ્યુટરાઈઝેશન” એ એક મુખ્ય પહેલ છે, જે અંતર્ગત 63,000 PACSને રૂ. 2,516 કરોડના કુલ નાણાકીય ખર્ચ સાથે કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં નેશનલ બેન્ક ફૉર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) દ્વારા વિકસિત એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) સૉફ્ટવેર પર 28 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 12,000થી વધુ PACS કોમ્પ્યુટરાઇઝ્ડ અને ઓનબોર્ડ કરાયા છે.

આ પણ વાંચો: ગણતંત્ર દિવસ પર ફ્રાન્સના પ્રમુખ મેક્રો બનશે ભારતના મુખ્ય મહેમાન

Back to top button