પીએમ મોદીના અમેરિકન પ્રવાસ પર GE સાથે થયો કરાર; ભારતમાં બનશે ફાઈટર વિમાનના એન્જિન
ન્યૂયોર્ક: જનરલ ઈલેક્ટ્રિક (જીઇ)ના એરોસ્પેસ યૂનિટે જાહેરાત કરી છે કે તેને ભારતીય વાયુસેનાના ફાઈટર વિમાનોના એન્જિન બનાવવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોશિંગ્ટનમાં જનરલ ઇલેક્ટ્રિકના અધ્યક્ષ એચ લોરેન્સ કલ્પ જૂનિયર સાથે મુલાકાતના કેટલાક કલાકો પછી આની જાહેરાત કરવામાં આવી છે.
કરાર અનુસાર જીઈ એરોસ્પેસના એફ414 એન્જિનનું ઉત્પાદન બંને સંસ્થાઓ મળીને ભારતમાં કરશે.
જીઈ એરોસ્પેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ કરારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત માટે એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે.
કરાર પર એચ લોરેન્સ કલ્પ જૂનિયરે કહ્યું કે, “રાષ્ટ્રપતિ જો બાઇડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંને દેશો વચ્ચે સમન્વય વધારનાર દ્રષ્ટિકોણને આગળ વધારવામાં અમે ગર્વ અનુભવી રહ્યાં છીએ. અમારા એફ214 એન્જિન અજોડ છે અને બંને દેશોને મહત્વપૂર્ણ આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ફાયદા પહોંચાડશે.”
આ પણ વાંચો- સુરત : બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ, 3નાં મોત, પતરા કાપી ઈજાગ્રસ્તોને બહાર કઢાયા