ટ્રેન્ડિંગનેશનલ

ખરીદદારો સાથે છેતરપિંડી થઈ રહી છે, સમગ્ર દેશમાં એક જેવો જ બને એગ્રીમેન્ટ : બિલ્ડરો પર SCની કડક ટિપ્પણી

Text To Speech

નવી દિલ્હી, 8 જુલાઈ: સુપ્રીમ કોર્ટે સોમવારે ભાજપના નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયની જાહેર હિતની અરજી પર સુનાવણી કરી. ત્રણ જજની બેન્ચે જણાવ્યું હતું કે દેશભરના બિલ્ડરો ખરીદદારો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ કારણે દેશભરમાં બિલ્ડર-ખરીદનાર કરારોમાં એકરૂપતા લાવવાની જરૂર છે. કેસની આગામી સુનાવણી 19 જુલાઈએ થશે.

ત્રણ જજોની બેન્ચે સુનાવણી કરી હતી

એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે એક સમાન બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ બનાવવાની માંગ કરતી પીઆઈએલ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સોમવારે સુનાવણી હાથ ધરી હતી.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે સમગ્ર ભારતમાં બિલ્ડરો દ્વારા ખરીદદારોને છેતરવામાં આવે છે. તેથી હવે કરારમાં એકરૂપતા લાવવાની જરૂર છે. કોર્ટે કહ્યું કે અમારે એમિકસ રિપોર્ટ જોવો પડશે. આ સિવાય ક્રેડાઈના વાંધા પર પણ વિચાર કરવામાં આવશે. આને તમામ રાજ્યોએ લાગુ કરવાની જરૂર છે.

આ પણ જુઓ: સંદેશખલી કેસમાં મમતા સરકારને SCનો આંચકો: CBI તપાસ ચાલુ રહેશે

Back to top button