આગ્રામાં જોવા લાયક છે ઘણું બધું, તાજમહેલની સાથે આ જગ્યાઓની પણ લો મુલાકાત
- આગ્રામાં તાજમહેલની સાથે સાથે બીજા પણ અનેક પર્યટન સ્થળો છે, જેને જોઈને આ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરી શકાય છે
HD ન્યુઝ ડેસ્કઃ વિશ્વની આઠમી અજાયબી કહેવાતો તાજમહેલ આગ્રામાં આવેલો છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. જો કે આગ્રાની ઓળખ ભલે તાજમહેલથી થતી હોય, પરંતુ અહીં જોવા લાયક બીજા પણ સ્થળો છે. તાજમહેલની સાથે અનેક પર્યટન સ્થળો છે, જેને જોઈને આ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરી શકાય છે. આગ્રાની આસપાસ ઘણી સુંદર જગ્યાઓ છે જેની મુલાકાત લઈ શકાય છે.
આગરાનું મીના બજાર હોય કે અકબરનો મકબરો હોય, તમે આ સ્થળોની મુલાકાત લઈને સ્થાનિક વાતાવરણથી પરિચિત થઈ શકો છો. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ ફતેહપુર સિકરી પણ આગ્રાથી માત્ર 40 કિલોમીટર જ દૂર આવેલું છે.
આગરામાં જોવા માટે 6 લોકપ્રિય સ્થળો
તાજમહેલ
આગ્રાની સૌથી પ્રખ્યાત ઈમારત તાજમહેલ દુનિયાની અજાયબીઓમાં સામેલ છે. શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં આ સુંદર મકબરો બનાવ્યો હતો. આરસથી બનેલો આ મહેલ તેની કોતરણી અને કળાકારીગરી માટે જાણીતો છે.
આગ્રાનો કિલ્લો
યમુના નદીના કિનારે આવેલો આગ્રાનો કિલ્લો મુઘલ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્લો લાલ રેતીના પથ્થરનો બનેલો છે અને તેમાં અનેક મહેલો, મસ્જિદો અને બગીચાઓ છે. જો તમે ઈતિહાસ જાણવા ઉત્સુક હોવ તો અચૂક અહીંની મુલાકાત લો.
અકબરનો મકબરો
અકબરનો મકબરો મુઘલ સમ્રાટ અકબરનું અંતિમ વિશ્રામ સ્થળ છે. આ સમાધિ સફેદ આરસપહાડથી બનેલી છે અને ચાર બગીચાઓથી ઘેરાયેલી છે.
મહેતાબ બાગ
યમુના નદીના કિનારે આવેલું મહેતાબ બાગ તાજમહેલનું અદભૂત દૃશ્ય પ્રદાન કરે છે. સાંજે અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે.
ફતેહપુર સીકરી
ફતેહપુર સીકરી મુઘલ સમ્રાટ અકબર દ્વારા બંધાવેલું એક સુંદર શહેર છે. બુંદેલા શૈલીના સ્થાપત્યના ઘણા ઉદાહરણો અહીં જોઈ શકાય છે. બુલંદ દરવાજો, જે એશિયાનો સૌથી મોટો દરવાજો છે, તે ફતેહપુર સીકરીનું મુખ્ય આકર્ષણ છે.
કિનારી બજાર
કિનારી બજાર આગ્રાનું એક પ્રખ્યાત બજાર છે જ્યાં તમને પિત્તળ, તાંબુ, રત્ન અને હાથથી બનાવેલી હસ્તકલાઓની વસ્તુઓ મળી જશે. દેશ વિદેશથી આવેલા લોકો અહીં અચૂક ખરીદી કરે છે.
આ પણ વાંચોઃ કોઈ કામે દિલ્હી ગયા હો તો બેસ્ટ કોફી પીવા અહીં પહોંચી જજો