ટ્રેન્ડિંગનેશનલ

દરરોજ નવા નવા ચાંદલા લગાવવાના શોખથી પતિ કંટાળી ગયો, પત્નીને ઠપકો આપ્યો તો પોલીસમાં કેસ કરી દીધો

આગરા, 4 ફેબ્રુઆરી 2025: ઉત્તર પ્રદેશના આગરામાં ફક્ત એક ચાંદલો લગાવવાને લઈને કપલની વચ્ચે ઝઘડો થઈ ગયો. બંનેમાં વિવાદ એટલો વધી ગયો કે છૂટાછેડા સુધી વાત પહોંચી ગઈ. પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસે આ મામલો ફેમિલી કોર્ટમાં રેફર કરી દીધો. હવે અહીં પતિ-પત્નીનું કાઉન્સલિંગ કરવામાં આવી રહ્યું છે. બંનેએ કાઉન્સિલર સામે એક બીજા વિરુદ્ધ અનેકો આરોપ લગાવ્યા હતા.

હકીકતમાં જોઈએ તો, આગરાની રહેવાસી પત્ની દરરોજ નવા નવા ચાંદલા મગાવીને લગાવવાથી પતિ કંટાળી ગયો. તો વળી પત્ની પોતાના માથા પર ચાંદલા લગાવવા માટે પતિને દરરોજ નવા નવા ચાંદલા લાવી આપવા કહેતી હતી. પત્નીની ડિમાન્ડથી કંટાળીને પતિ તંગ આવી ગયો. બાદમાં આ બંને વચ્ચે ઝઘડો એવો થયો કે, આ સંબંધ છૂટાછેડા સુધી પહોંચી ગયો. પત્નીએ પોલીસમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે ફરિયાદને પરિવાર ફેમિલી કોર્ટમાં રેફર કરી દીધી.

અહીં ઉલ્લેખનિય છે કે, આગરાના જગનેરના રહેવાસી યુવકના લગ્ન જગદીશપુરાની રહેવાસી યુવતી સાથે થયા હતા. બંનેના લગ્ન 2023માં હિન્દુ રીતિ રિવાજથી થયા હતા. લગ્ન બાદ બંને રાજીખુશીથી પોતાનું જીવન જીવતા હતા. નવી પરણીને આવેલી દુલ્હનને રંગબે રંગી ચાંદલા લગાવવાનો શોખ હતો. તે દરરોજ અલગ અલગ ચાંદલા લગાવતી હતી.

એક દિવસ ચાંદલા ખતમ થઈ ગઈ તો તેણે પતિને રંગબે રંગી ચાંદલા લાવી આપવાની વાત કરી. પતિ ચાંદલા લઈને ઘરે ગયો નહીં, તો બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. પત્ની નારાજ થઈને પિયરે જતી રહી. છેલ્લા 6 મહિનાથી પત્ની પિયરમાં રહેતી હતી. પરિવારના લોકો સાથે મળીને યુવતીએ પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસે આ કેસને પરિવાર પરામર્શ કેન્દ્રમાં રેફર કરી દીધો.

પરિવાર પરામર્શ કેન્દ્રમાં બંને પતિ પત્નીનું કાઉન્સલિંગ કર્યું. તેમના લગ્નને એક જ વર્ષ થયું છે. છોકરો એ વાતને લઈને પત્નીને હેરાન કરતો હતો કે, તે કાયમ ચાંદલાની ડિમાન્ડ કરતી રહે છે. છોકરો તેની પત્નીના ચાંદલા ગણતો રહે છે. છોકરો કહે છે કે એક અઠવાડીયામાં સાત ચાંદલા જ વપરાવા જોઈએ. હવે ચાંદલાનો ખર્ચ લગભગ 30-35 રુપિયા થાય છે, તેને લઈને ઝઘડા થઈ ગયા.

તો વળી પત્નીનું કહેવું છે કે, હું જ્યારે મોં ઘોઉં છું અથવા ક્યારેક ક્યારેક પરસેવાના કારણે ચાંદલો નીકળી જાય છે. તેથી નવા ચાંદલા લાવવાની વાત કરુ છું. તેને લઈને પતિ સાથે ઝઘડો થઈ ગયો. પતિએ હવે ચાંદલા લાવવાનું બંધ કરી દીધું છે. હાલમાં કાઉંસિલરે બંનેને સમજાવ્યા છે અને સમાધાન કરાવી દીધું છે. હાલમાં આ કિસ્સો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યો છે.

આ પણ વાંચો: કમર દર્દ એક સામાન્ય, પરંતુ ખૂબ પરેશાન કરતી સમસ્યા, આમ મેળવો છૂટકારો

Back to top button