15 ઓગસ્ટટોપ ન્યૂઝનેશનલ

આઝાદીનો અમૃત મહોત્સવ: જાણો તાજમહેલ ઉજવણીમાંથી કેમ બાકાત?

Text To Speech

આખો દેશ આ દિવસોમાં આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર સોશિયલ મીડિયા પ્રોફાઈલની ડીપી બદલીને તિરંગો ફરકાવવામાં આવી રહ્યો છે અને દરેક ઘર પર તિરંગો ફરકાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓ અને સ્મારકોને તિરંગાની જેવી રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. આગરામાં ઐતિહાસિક ઈમારતોને પણ શણગારવામાં આવી છે.

તાજમહેલ પર કેમ નથી કરતી રોશની? 

આગ્રાનો લાલ કિલ્લો હોય કે અકબરનો મકબરો. તમામ ઐતિહાસિક સ્મારકોને તિરંગાના કલર જેવી લાઈટોથી શણગારવામાં આવી છે. જો કે તાજમહેલમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો નથી. ન તો તાજમહેલને શણગારવામાં આવ્યો છે કે ન તો ત્રિરંગાની રોશની માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે તાજમહેલમાં ઉજવણી કેમ નથી થતી?

છેલ્લે 8મે 1945માં તાજમહેલને શણગારવામાં આવ્યો હતો 

આ પ્રશ્નનો જવાબ જાણતા પહેલા તમારે જાણી લેવું જોઈએ કે તાજમહેલ ભારતનું પહેલું એવું સ્મારક હતું જેને કોઈ ઉત્સવ માટે રાત્રે રોશનીથી શણગારવામાં આવ્યો હતો. આગ્રા ટૂરિસ્ટ વેલફેર ચેમ્બરના સેક્રેટરી વિશાલ શર્માએ જણાવ્યું કે લગભગ 77 વર્ષ પહેલા તાજમહેલને તેમજ સ્મારકની અંદર એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મે 1945ના રોજ જર્મન સૈનિકોએ મિત્ર દળોને આત્મસમર્પણ કર્યું અને તે દિવસને સાથી દળોએ વાય-ડે તરીકે ઉજવ્યો. જેને પગલે 8 મે 1945 ના રોજ તાજમહેલને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો

લાઈટીંગના કારણે જતુંઓ મરી ગયા હતા જેથી તાજમહેલ પર પડી ગયા હતા ડાઘ 

જો કે ઘટનાના બીજા દિવસે સવારે તાજમહેલ સંકુલમાં ઘણા જંતુઓ મરી ગયા હતા. ત્યારબાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની કેમિકલ શાખા દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી સામાજિક કાર્યકર્તા વિજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ ઘટના પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે સ્મારકની અંદર કોઈપણ પ્રકારની લાઇટિંગની મંજૂરી આપી ન હતી. કારણ કે જંતુઓના મોતના લીધે તાજમહેલ પર ડાઘ પડી ગયા હતા. 1997થી તાજમહેલ પર રોશની કરવા પર પ્રતિબંધ છે. જે હજુ પણ યથાવત છે.

Back to top button