ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અગ્નિવીર અક્ષય લક્ષ્મણ પંચમહાભૂતમાં વિલીન, સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય

Text To Speech
  • અશ્રુ ભીની આંખો સાથે લોકો અંતિમ યાત્રામાં જોડાયા
  • અક્ષયે પિતા સાથે છેલ્લીવાર 20 ઑક્ટોબરે વાત કરી હતી
  • પરિવારને સરકાર તરફથી સહાય પૂરી પાડવામાં આવશે

મહારાષ્ટ્ર:  અગ્નિવીર અક્ષય લક્ષ્મણ વીરગતિ પામતા બુલઢાણામાં સૈન્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અશ્રુ ભીની આંખો સાથે લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. પરિવારના સભ્યોની હાલત રડી-રડીને કફોડી બની ગઈ છે.  અક્ષય લક્ષ્મણને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે, લદ્દાખના સિયાચીનમાં ગ્લેશિયર પર તહેનાત અગ્નિવીર અક્ષય લક્ષ્મણ દેશની રક્ષા કરતા વીરગતિ પામ્યા હતા. તેઓ ઑપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર દેશના પ્રથમ અગ્નિવીર છે.

અક્ષયને પહેલાથી સેનામાં જોડાવવાની ઈચ્છા હતી

પિતા લક્ષ્મણ ગાવતે એ પત્રકારોને જણાવ્યું હતું કે તે કોલેજમાં ભણતો હતો ત્યારથી જ આર્મીમાં જોડાવા માંગતો હતો. જોકે અમે બધાએ સેનામાં જોડાવાની ના પાડી દીધી હતી. બી.કોમ.ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ સેનામાં જોડાયા. તેમણે આગળ જણાવ્યું કે, મેં અક્ષય સાથે છેલ્લે 20 ઑક્ટોબરે વાત કરી હતી. તેણે પહેલા મારા સ્વાસ્થ્ય વિશે અને પછી મારા ભાઈની તબિયત વિશે પૂછ્યું હતું.

પરિવારને સરકાર તરફથી મળશે મદદ

વીરગતિ પામેલા સૈનિકના પરિવારને 48 લાખ રૂપિયાનો નોન-કોન્ટ્રીબ્યુટરી ઈન્સ્યોરન્સ, 44 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે. આ ઉપરાંત, પરિવારના સભ્યોને મૃત્યુની તારીખથી ચાર વર્ષ પૂર્ણ થવા સુધીના બાકીના કાર્યકાળ માટે પગાર પણ મળશે. આ રકમ 13 લાખથી વધુ હશે. આર્મ્ડ ફોર્સ વોર કેઝ્યુઅલી ફંડમાંથી વીરગતિ પામનાર સૈનિકના પરિવારને 8 લાખ રૂપિયાનું યોગદાન આપવામાં આવશે.

આ પણ વાંચો: સિયાચીનમાં દેશના પ્રથમ અગ્નિવીરની વીરગતિ, સેનાએ આપી શ્રદ્ધાંજલિ

Back to top button