ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

અગ્નિબાણ સૉર્ટેડ સફળતાપૂર્વક લોન્ચ: ISROએ સ્ટાર્ટઅપ કંપની અગ્નિકુલ કોસ્મોસને પાઠવ્યા અભિનંદન

  • અગ્નિકુલના અગ્નિબાણ સોર્ટેડનું સફળ લોન્ચિંગ અવકાશ ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ છે: ISRO

શ્રીહરિકોટા, 30 મે: સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસે આજે 30 મેના રોજ તેનું પ્રથમ રોકેટ અગ્નિબાણ સૉર્ટેડ (Agnibaan SoRTed)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જો કે આ ટેસ્ટ પ્રક્ષેપણ અગાઉ મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર લોન્ચિંગ બે વાર મોકૂફ રાખવામાં આવ્યું હતું. ખાનગી કંપનીઓ અને સ્પેસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સેતુનું કામ કરતા ઈન્સ્પેસે કંપની વતી આ માહિતી શેર કરી અને કહ્યું કે, આજે ગુરુવારે અગ્નિકુલના રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઈસરોએ અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે, શ્રીહરિકોટા ખાતેથી ખાનગી કંપનીના પ્રાઈવેટ લોન્ચ પેડ પરથી આ રોકેટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.”

 

અગ્નિબાન સૉર્ટેડ 01 મિશન સફળતાપૂર્વક લોન્ચ 

ISROએ અગ્નિકુલની પરીક્ષણ ઉડાન અગ્નિબાણ સોર્ટેડ 01 મિશનની સફળતાને અવકાશ ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ પહેલા રોકેટની ટેસ્ટ ફ્લાઈટ મંગળવારે થવાની હતી, પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી હતી. પ્રક્ષેપણના થોડા સમય પહેલા રોકેટની ટેસ્ટ ફ્લાઇટ મોકૂફ રાખવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત દેશના બીજા પ્રાઈવેટ રોકેટનું લોન્ચિંગ રદ્દ કરવામાં આવ્યું છે. જેમાં મંગળવારે સવારે 5.45 કલાકે રોકેટ પ્રક્ષેપણ થવાનું હતું.

 

રોકેટની ક્ષમતા કેટલી છે?

હકીકતમાં, મંગળવારે સવારે કસોટી થવાની હતી. સવારે 9.25 વાગ્યે તેનું પરીક્ષણ થવાનું હતું, પરંતુ ટેક-ઓફની માત્ર 5 સેકન્ડ પહેલાં, લોન્ચને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું અને પછી લોન્ચને રદ્દ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગ્નિકુલ કોસ્મોસનું અગ્નિબાણ રોકેટ બે તબક્કાનું રોકેટ છે. આ રોકેટ 700 કિમીની ઉંચાઈ સુધી પહોંચવામાં અને 300 કિલોગ્રામ સુધીનું પેલોડ વહન કરવામાં સક્ષમ છે.  આ પહેલા વર્ષ 2022માં સ્કાયરૂટ કંપનીએ ઈસરોની લોન્ચ સાઇટ પરથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ લોન્ચ કર્યું હતું.

આ પણ જુઓ: વિજ્ઞાનીઓએ શોધી પૃથ્વી જેટલી મોટી દુનિયા, જ્યાં ક્યારેય ડૂબતો નથી સૂર્ય

Back to top button