ગુજરાતટોપ ન્યૂઝ

અગ્નિપથ સ્કીમની આગ જામનગર સુધી પહોંચી; હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠાં થયા, પોલીસ કાફલો તૈનાત

Text To Speech

કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે. જે યોજનાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ વિરોધની આગ જામનગર સુધી પહોંચી છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠાં થયા હતા. આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા હતા. જો કે અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી સંખ્યા પોલીસ તૈનાત કરાઈ હતી, અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.

યુવાનોને સમજાવવાના પ્રયાસ
અગ્નિપથ યોજનાના વિરોધમાં SP કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થયા હતા. જેને લઈ જામનગરના SP પ્રેમસુખ ડેલુ સહિત LCB, SOG સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતા પોલીસે સમજાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મંગાવ્યાં હોવાનું સામે આવ્યું છે.

અગ્નિપથ યોજનાના વિરોધમાં SP કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકઠા થયા હતા. જેને લઈ જામનગરના SP પ્રેમસુખ ડેલુ સહિત LCB, SOG સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો

અગ્નિપથ યોજનાનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે
સેનામાં ભરતીની કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાના વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. હિંસાની આગ બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન પછી તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યોમાં પહોંચી હતી. આ રાજ્યોના 40થી વધુ શહેરોમાં તોફાન થયાં છે. તેમજ રેલવે ટ્રેક અને સડકો જામ કરવામાં આવી હતી

Back to top button