ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના RTOમાં એજન્ટ રાજ, વાહન ચલાવતા ના આવડે તો પણ લાયસન્સ અપાવવાની ગેંરટી

Text To Speech
  • ભલે વાહન ન આવડે 17 હજારમાં ફોર વ્હીલર લાયસન્સ અપાવવાની ગેંરટી
  • લાયસન્સ વસ્ત્રાલ કે અન્ય આરટીઓમાં તૈયાર કરી આપશે!
  • અમદાવાદ આરટીઓના અધિકારીઓનો દાવો પોકળ

અમદાવાદના RTOમાં એજન્ટ રાજ જોવા મળ્યુ છે. જેમાં વાહન ચલાવતા ના આવડે તો પણ લાયસન્સ અપાવવાની ગેંરટી આપવામાં આવી છે. જેમાં ભલે વાહન ન આવડે 17 હજારમાં ફોર વ્હીલર લાયસન્સ અપાવવાની ગેંરટી છે.

અમદાવાદ આરટીઓના અધિકારીઓનો દાવો પોકળ

અમદાવાદ આરટીઓના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવે છે કે આરટીઓમાં એજન્ટ પ્રથા ચાલતી જ નથી. પરંતુ, આરટીઓની બહાર જ એજન્ટ લાયસન્સ ઇસ્યુ કરાવતી બીજી ઓફિસ ધરાવે છે. પરંતુ, એેજન્ટોની ઓફિસ સિનિયર અધિકારીઓની સુચનાથી ચલાવવામાં આવે છે. જેમાં કોઇને વાહન ન આવડતુ હોય તો પણ પાકુ લાયસન્સ માત્ર 17 હજારમાં અને જો વાહન આવડતુ હોય તો લાયસન્સ સાડા સાત હજારમાં જ અપાવવાની ખાતરી આપવામાં આવે છે. જો કે તેમ છતાંય, આરટીઓના અધિકારીઓના દાવા છે કે એજન્ટ પ્રથા નાબુદ છે.

લાયસન્સ વસ્ત્રાલ કે અન્ય આરટીઓમાં તૈયાર કરી આપશે

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સુભાષબ્રીજ આરટીઓ કચેરી બહાર એક એજન્ટ એક વ્યક્તિને સાડા સાત હજારમાં જ લાયસન્સ અપાવવાની ખાતરી આપે છે. જેમાં બે હજાર રૂપિયા લઇને બે દિવસમાં કાચુ લાયસન્સ આપી દેવાની અને તે પછી દોઢ મહિનામાં પાકુ લાયસન્સ અપાવી દેશે. આ માટે ખાલી વાહનના સ્ટીયરીંગ પર બેસવાનું રહે છે. આ લાયસન્સ વસ્ત્રાલ કે અન્ય આરટીઓમાં તૈયાર કરી આપશે.

આ પણ વાંચો: અમદાવાદ: ગાયક વિજય સુવાળા પર જીવલેણ હુમલાનો પ્રયાસ, 7 લોકો સામે ફરિયાદ

Back to top button