સુહાના ખાનને ફ્લાઇંગ કિસ કરી અગસ્ત્ય નંદાએઃ વીડિયો વાઇરલ


શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. તે ફેશન ડિઝાઇનર તાનિયા શ્રોફની બર્થડે પાર્ટીમાં ગઇ હતી. તે પાછી ફરતી હતી તે વખતે અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતા નંદાનો દિકરો અગસ્ત્ય નંદા તેને ડ્રોપ કરવા આવ્યો અને ફ્લાઇંગ કિસ પણ આપી. આ વીડિયો વાઇરલ થયા બાદ આ બંને વચ્ચે કંઇક રંધાતુ હોવાની અફવાઓએ જોર પકડ્યુ છે.
View this post on Instagram
અગસ્ત્ય નંદા અને સુહાના ખાન સાથે ડેબ્યુ કરી રહ્યા છે. આ બંને જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે તાન્યા શ્રોફ સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ગર્લફ્રેન્ડ છે. વીડિયોમાં તે બંને પણ જોવા મળી રહ્યા છે.
તાન્યા શ્રોફની બર્થડે પાર્ટીમાં સેલિબ્રીટીઝનો મેળાવડો
તાન્યા શ્રોફના જન્મદિવસની પાર્ટીમાં અનેક સેલિબ્રીટી કિડ્સ પહોંચ્યા હતા. તેમાં સુહાના ખાન, આર્યન ખાન, ખુશી કપૂર, શનાયા કપૂર, અગસ્ત્ય નંદા, નિર્વાન ખાન, અંજની ધવન પણ સામેલ છે. આ બર્થડે પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. વીડિયોમાં દેખાય છે કે શાહરૂખની પુત્રી સુહાના બહાર આવે છે ત્યારે સાથે તાન્યા, અહાન શેટ્ટી અને અગસ્ત્ય નંદા પણ દેખાય છે. અગસ્ત્ય સુહાનાને ગાડી પાસે છોડવા આવે છે અને કારનો દરવાજો ખોલે છે. બાદમાં તેને ફ્લાઇંગ કિસ આપે છે.
ડેટિંગના સમાચાર કન્ફર્મ
સુહાના અને અગસ્ત્યના ડેટિંગના સમાચાર પહેલા પણ આવી ચુક્યા છે. કેટલાક મીડિયાએ અગાઉ કન્ફર્મ કર્યુ છે કે આ બંને રિલેશનશીપમાં છે. કપૂર પરિવારના ક્રિસમસ બ્રંચમાં અગસ્ત્યે સુહાના ખાનને ઇનવાઇટ કરી હતી. તેણે સુહાનાને પોતાની પાર્ટનરના રૂપમાં ઇન્ટ્રોડ્યુસ કરી હતી. આ બંનેની રિલેશનશિપ જોયા અખ્તરની ફિલ્મના સેટ પર શરૂ થઇ હતી. બંને ઘણો સમય સાથે વિતાવે છે અને દોસ્તીને છુપાવવાની કોશિશ પણ કરતા નથી.
આ પણ વાંચોઃ રાઘવ ચઢ્ઢા-પરિણીતી ટૂંક સમયમાં એકબીજાના થશે ? લગ્નના સવાલ પર અભિનેત્રીએ આપી દીધો જવાબ