ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: પેપર કપ પર પ્રતિબંધ AMC કમિશનર ભરાયા, ઉત્પાદકોએ આપી આ ચીમકી

Text To Speech

પેપર કપ પર પ્રતિબંધ સહિતના નિર્ણયો સામે મ્યુ. કમિશનર સામે ઉગ્ર બળવો કરવામાં આવી રહ્યો છે. જેમાં કમિશનરે વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરતા હોવાની મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની રાવ છે. તથા હાઈકમાન્ડને રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે. આ સ્થિતિ ચલાવી નહીં લેવાય તથા પેપરકપ પર પ્રતિબંધ ઉઠાવી લેવા ઉત્પાદકોની માગ છે.

વહીવટી તંત્રની ગલિયારીઓમાં સન્નાટો મચી ગયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વહીવટી પાંખના વડા મ્યુનિ. કમિશનર થેન્નારસન મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખ શાસક પક્ષ ભાજપના પદાધિકારીઓ અને કોર્પોરેટરોને ગાંઠતા જ નથી, એટલું જ નહીં મનમાની કરે છે અને મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીને અંધારામાં રાખીને સ્વયં નિર્ણયો કરીને તત્કાળ તેનો અમલ કરે છે તેવો ખુલ્લો આક્ષેપ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ભાજપી સભ્યોએ મ્યુનિ.કમિશનર સામે ખુલ્લો બળવો જાહેર કરતા મ્યુનિ. કોર્પોરેશનની રાજકીય જ નહીં વહીવટી તંત્રની ગલિયારીઓમાં સન્નાટો મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી મ્યુનિ. કમિશનર શાસક પક્ષના પદાધિકારીઓ સાથે નથી કોઈ બેઠક યોજતા કે નથી સંકલન જાળવી રાખતા કે નથી તેમણે લીધેલા નિર્ણયોની જાણ કરતા.

નાછૂટકે હાઇકોર્ટમાં દાદ માગવાની ફરજ પડશે

પેપરકપ ઉત્પાદન કરતા વેપારીઓએ એમ જણાવ્યું હતું કે, પેપરકપ પરનો પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો લાખો યુવાનો બેરોજગાર થઈ જશે. કેમ કે ચાની કીટલીઓે દ્વારા તેઓ રોજીરોટી મેળવી રહ્યા છે. આ પેપરકપ અમૂલ, વાડીલાલ, હેવમોર જેવી આઇસક્રીમની કંપનીઓ પણ વાપરે છે. જો આ બાબતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમારે નાછૂટકે હાઇકોર્ટમાં દાદ માગવાની ફરજ પડશે.

Back to top button