દક્ષિણ ગુજરાત

શ્વાનના હુમલા સામે : SMC સામે ગાંધીનગરથી ફટકાર, શું ચાલી રહી છે કામગીરી ?

Text To Speech

રાજ્યમાં સતત રખડતાં ઢોરનો ત્રાસ વધી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં બે વર્ષની બાળકી પર શ્વાન દ્વારા કરવામાં આવેલા હુમલાની ઘટનાના પડઘાં ગાંધીનગર રાજ્ય સરકાર સુધી પહોંચ્યા છે. હાલમાં જ સુરતના ખજોદમાં બે વર્ષની બાળકીને શરીરમાં માથાના ભાગ સહિત 50 જેટલા બચકાં ભરી લેવાની ઘટનામાં તેનું મોત નિપજ્યાને હજુ અમુક કલાકનો સમય વિત્યો છે ત્યાં તો ફરી એકવાર શહેરમાં શ્વાનના હુમલાની ઘટના બની છે. ત્યારે ગાંધીનગર તરફથી સુરત મનપાને આદેશ આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે.

શ્વાનનો આતંક (-humdekhengenews

SMC પાસે ગાંધીનગરથી માંગ્યો જવાબ

ગાંધીનગરથી તાત્કલાલિક ધોરણે સુરત મનપાને જણાવવામાં આવ્યું છેકે, કોર્પોરેશન દ્વારા શ્વાન પકડવાની કામગીરી ઝડપથી કરવામાં આવે. આ સાથે તેમના ખસિકરણની કામગીરી પણ ઝડપથી કરવામાં આવે જેથી કોઈ પણ વધુ લોકો શ્વાનના ભોગ ન બને. આ ઉપરાંત તમામ કામગીરી પર મોનિટર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તમામ સ્થાનો પર પરિવારજનો સહિત મૃતક બાળકીઓના પાડોશીઓમાં રખડતાં કૂતરાના કારણે ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : મહાનગરોમાં શ્વાનનો આતંક : સુરત બાદ રાજકોટમાં પણ શ્વાને અઢી વર્ષના બાળકને બચકા ભર્યા

સરેરાશ 40 લોકો પર શ્વાન અટેક

છેલ્લા થોડાં જ દિવસોમાં સુરતમાં સરેરાશ રોજ 40 લોકોને શ્વાન કરડવાની ઘટના બની રહી છે, શ્વાનના વધતા આતંકના કારણે અલાયદો વોર્ડ પણ ઉભો કરવો પડ્યો છે. માત્ર એક જ મહિનામાં 1205 શ્વાનના બચકાં ભરવાના કેસ નોંધાયા છે. સુરત સિવાય રાજકોટ, મહેસાણા વડોદરા અને જામનગરમાં પણ આ પ્રકારના કિસ્સા બની રહ્યા છે. આ જોતા આગામી દિવસોમાં આ પ્રકારની ઘટનાઓના પડઘા પણ ગાંધીનગર સુધી પડી શકે છે.

રાજયમાં વિવિધ સ્થાનો પર શ્વાનના હુમલાની ઘટના સામે આવી રહી છે. જે જોતાં સ્થાનિક પ્રશાસન સામે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. તે વચ્ચે કોર્પોરેશન દ્વારા કૂતરાં પકડવાની સાથે તેમના ખસિકરણ ઝડપી કામગીરી ચાલી રહી હોવાની વાત કરવામાં આવી રહી છે. આમ છતાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય બની રહી છે.

આ પણ વાંચો : વધુ એક પરીક્ષા રદ્દ : પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા મોકુફ રખાઈ

Back to top button