ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અમેરિકા-ચીનમાં ફરીવાર કોરોનાએ માર્યો ઉથલો, શું ભારતમાં પણ ખતરો મંડરાશે

નવી દિલ્હી: કોરોના (Corona) સામે લડ્યા બાદ દુનિયા ફરી પાટા પર ચાલી રહી છે ત્યારે ફરીવાર અમેરિકા અને ચીનમાં કોરોનાનો પ્રકોપ વધ્યો છે. 11 નવેમ્બર સુધીના એક સપ્તાહમાં યુએસમાં 16,230 કોરોના સંક્રમિત (Corona infected) લોકોને હોસ્પિટલમાં દાખલ છે. એટલે કે, સંક્રમણમાં 8.6%નો વધારો થયો છે. સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલના મેપ અનુસાર, અમેરિકાના 14 રાજ્યોમાં કોરોનાનો કહેર વધ્યો છે. એક રિપોર્ટ મુજબ, અમેરિકાના અપર મિડવેસ્ટ, સાઉથ એટલાન્ટિક અને સધર્ન માઉન્ટેન્સમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાયો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઠંડીનો ચમકારો વધશે તેમ કોરોના સંક્રમણમાં વધારો થશે.

સીડીસીએ કહ્યું કે જેમ જેમ ઠંડી વધે છે તેમ તેમ ચેપી રોગોનું જોખમ પણ વધી રહ્યું છે. 2020નો અભ્યાસ દર્શાવે છે કે કોરોનાવાયરસ (coronavirus) ઠંડીના વાતાવરણમાં વધુ સારી રીતે જીવે છે. આવી સ્થિતિમાં ઠંડીની મોસમ માનવીઓ માટે પડકારજનક છે. અમેરિકામાં જૂનથી સપ્ટેમ્બર સુધીમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. જો કે ઑક્ટોબરમાં તેની ગતિ ધીમી પડી હતી. ગયા વર્ષે જાન્યુઆરીની તુલનામાં અત્યારે પણ કોરોનાના કેસ ઓછા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં 150,600 દર્દીઓ નોંધાયા હતા. નિષ્ણાતો કહે છે કે ઘણા એવા પણ દર્દીઓ હશે કે જે હોસ્પિટલ સુધી ગયા પણ નહીં હોય એવા પણ વિસ્તારો હશે કે જ્યાં કોરોનાના કેસો બન્યા હશે, પરંતુ તે વિશે સ્પષ્ટ માહિતી મળી શકે તેમ નથી.

ચીનમાં ઑક્ટોબરમાં 24 લોકોનાં મૃત્યુ

અમેરિકામાં કોરોનાના વધતા કેસોને કારણે ફરી એકવાર કડકતા લાદવામાં આવી શકે છે. તેવી જ રીતે ચીનમાં પણ વધતી ઠંડી વચ્ચે કોરોના એક પડકાર બની રહ્યો છે. અહીં ચેતવણી આપવામાં આવી છે કે લોકોએ વહેલી તકે રસીકરણ કરાવવું જોઈએ. ઑક્ટોબર મહિનામાં ચીનમાં કોરોનાને કારણે 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે આ કોરોનાનું XXB વેરિઅન્ટ હતું. શિયાળાની ઋતુમાં આ પ્રકાર વધુ સક્રિય હોય છે. એવું પણ કહેવાય છે કે ચીનમાં વિકસિત કોરોનાની રસી ઓછી અસર કરે છે.

ભારતની વાત કરીએ તો અહીં કોરોનાની ગતિ અટકી ગઈ છે. 24 કલાકમાં કોરોનાના માત્ર 16 થી 20 કેસ નોંધાઈ રહ્યા છે. નોંધનીય છે કે, દેશમાં કોરોનાની લહેરમાં ઓછામાં ઓછા 5.33 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. હાલમાં નિષ્ણાતો કહે છે કે ભારતમાં કોરોનાનો કોઈ ખતરો નથી. મોસમ પ્રમાણે ખાંસી અને તાવમાં વધારો થયો છે પરંતુ કોરોનાનો કોઈ ખતરો નથી.

આ પણ વાંચો: કોરોના મહામારી પછી દેશમાં બેરોજગારીના દરમાં થયો ઘટાડો, જાણો વાસ્તવિક આંકડા

Back to top button