ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફરી કારમાંથી ભારતીય સેનાના 40 યુનિફોર્મ મળ્યા, બજારમાં વેચવાનો હતો પ્લાન

Text To Speech

મહારાષ્ટ્ર, 04 ફેબ્રુઆરી: દેશમાં આતંક મચાવવાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવતા ભારતીય સેનાના(Indian Army) 40 નકલી કોમ્બેટ યુનિફોર્મ (Combat uniform) મળી આવ્યા છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ શંકાસ્પદની ઓળખ સુરેશ પ્રિતમદાસ ખત્રી તરીકે થઈ છે, જે નાસિકનો રહેવાસી છે અને તેની ઉંમર 49 વર્ષ છે. આ મામલો મહારાષ્ટ્રના અહમદનગરથી(Ahmednagar) સામે આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ભારતીય સેનાનો નકલી કોમ્બેટ યુનિફોર્મ બનાવીને ખુલ્લા બજારમાં વેચનાર નાસિકના આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ ઓપરેશન ભીંગર કેમ્પ પોલીસ સ્ટેશન અને સાઉથ કમાન્ડ મિલિટરી ઈન્ટેલિજન્સ, પુણે દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. અહમદનગરના જામખેડ રોડ પર સર્ચ દરમિયાન, એક વ્યક્તિ ઇનોવા કાર પાસે ઊભો જોવા મળ્યો હતો અને તેની ગતિવિધિઓ શંકાસ્પદ જણાઈ આવતા તેને કસ્ટડીમાં લીધો હતો. આ વ્યક્તિની ઓળખ સુરેશ પ્રિતમદાસ ખત્રી તરીકે થઈ હતી. તેની સાથેની ઈનોવા કારની(Innova car) તલાશી દરમિયાન 40 આર્મી યુનિફોર્મ મળી આવ્યા હતા.

જ્યારે આ યુનિફોર્મ વિશે પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તે સેનાના અધિકારીઓના નવા કોમ્બેટ યુનિફોર્મ વેચવા માટે લાવ્યો હતો. જ્યારે તેની પાસે લશ્કરી ગણવેશ વેચવા માટે લાયસન્સ માંગવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેની પાસે કોઈ લાઇસન્સ નથી અને આરોપીઓ પાસેથી લશ્કરના 40 નકલી નવા કોમ્બેટ યુનિફોર્મ મળી આવ્યા હતા. જીઆર મુજબ ભિંગાર કેમ્પ પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ મામલે ભીંગર કેમ્પ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ખુલાસો થયો છે કે નવા કોમ્બેટ પેટર્ન યુનિફોર્મના ગેરકાયદે વેચાણનું એક મોટું રેકેટ ખુલ્લા બજારમાં ચાલી રહ્યું છે. આમાં નવી દિલ્હી અને રાજસ્થાનના લોકો સામેલ હોવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ભારતીય સૈન્યના ચોરાયેલા યુનિફોર્મ રાજસ્થાનના પોકરણમાંથી મળી આવ્યા, ચારની ધરપકડ

Back to top button