ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અફઘાનિસ્તાનમાં અઠવાડિયાનો સતત ત્રીજો ભૂકંપ, 4.6નો આફ્ટરશોક

Text To Speech
  • સવારે 6:39 વાગ્યે 50 કિમીની ઊંડાઈએ આવ્યો ભૂકંપ
  • ભૂકંપમાં કોઈ જાનહાનિ થવા પામી નથી 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ અઠવાડિયે દેશમાં આ ત્રીજો ભૂકંપ આવ્યો છે. NCS અનુસાર, શુક્રવારે સવારે 6:39 વાગ્યે ભૂકંપ 50 કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયો હતો. જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થયાંના સમાચાર નથી.

 

આ અઠવાડિયામાં આગાઉ પણ બે ભૂકંપ અનુભવાયા
અગાઉ, 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો , એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું. NCSએ વધુમાં કહ્યું હતું કે, ભૂકંપ સવારે 6.11 વાગ્યે (IST) 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. હેરાત અને આસપાસના વિસ્તારો શનિવારે 6.3ની તીવ્રતાના ભૂકંપ અને તેના શક્તિશાળી આફ્ટરશોક્સથી હચમચી ગયા હતા. ભૂકંપમાં હેરાત પ્રાંતમાં 4000થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો રહેણાંક મકાનો નાશ પામ્યા હતા. હવે શુક્રવારે ફરી ભૂકંપ આવ્યો છે. જેમાં રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધાઈ છે. જેને પગલે આ ભૂકંપ અફઘાનિસ્તાનમાં અઠવાડિયાનો ત્રીજો ભૂકંપ સાબિત થયો છે.

WHO અફઘાનિસ્તાનના અહેવાલ મુજબ, હેરાતમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 11,066 લોકો (1,835 પરિવારો) ઝિંદાજાન, ગુલરાન, કોહસાન અને કુશ્ક જિલ્લામાં અસરગ્રસ્ત થયા હતા. પ્રારંભમાં ભૂકંપ, ત્યારબાદ અસંખ્ય આફ્ટરશોક્સ અને બીજા 6.3-તીવ્રતાના ભૂકંપે સમગ્ર ગામડાઓને સપાટ કરી દીધા હતા, જેથી સેંકડો માટી-ઈંટ ઘરો નાશ પામ્યા હતા જે આવી કુદરતી આપત્તિનો સામનો કરી શકતા ન હતા. શાળાઓ, આરોગ્ય દવાખાના અને ગામની અન્ય સુવિધાઓ પણ પડી ભાંગી હતી.

આ પણ જુઓ :ગાઝામાંથી 250 બંધકોને બચાવવા માટે ઇઝરાયલી સેનાનું બેધડક ઓપરેશન

Back to top button