ડભોઈમાં યુવક ગુમ થયો હોવાથી બે જૂથો વચ્ચે ઘર્ષણ, ખેડાવાડ ફળિયું પોલીસ છાવણીમાં ફેરવાયું
ડભોઇઃ(Dabhoi) શહેરના ખેડાવાડ ફળિયામાં એક યુવાન બે દિવસથી લાપતા થતાં માહોલ ગરમાયો છે. (Police Combing)આ મામલે બે દિવસ અગાઉ જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે.(Stone pelting) જેને લઇ બે ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. પોલીસની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તામાં કોમ્બિંગ હાથ ધરીને સ્થિતિ પર કાબુ કરી લીધો છે. (Youth missing)ડભોઈનો ખેડાવાળ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. પોલીસે અફવાઓથી દૂર રેહવા અપીલ કરી હતી અને હાલમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.
અથડામણ જેવી સ્થિતિ ઉદ્ભવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી
પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈના ખેડાવાડ ફળિયામાં રહેતો યુવક બે દિવસથી ગુમ થયો છે. એક યુવતી પણ ગુમ થઈ હતી અને બાદમાં સવારે પરત આવી ગઈ હતી. આ યુવક ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનાને લઈ ગત રોજ અચાનક બે જૂથો વચ્ચે અથડામણ જેવી સ્થિતિ ઉદ્ભવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબુમાં લીધી હતી. આ મામલે ડીવાયએસપી, પીએસઆઇ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
ડીવાયએસપી આકાશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ફળિયાનો ફરદીન શેખ નામનો યુવક બે દિવસથી ગુમ છે તેની જાણવા જોગ ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ વ્યક્તિના ઘરે જે તે સંબંધીઓ ભેગા થયેલા અને તે સમયે મિસ બ્રિફિંગ થતા ટોળા વળી ગયા છે અને પથ્થરમારો થયો છે.પોલીસ બંદોબસ્ત પૂરતો હાજર છે. કોઈએ ખોટી અફવા કે સંદેશો ફેલાવવો નહીં. જો કોઈ પણ એવું માહિતી હોય તો ડભોઈ પોલીસનો તાત્કાલિક સંપર્ક કરો. પોલીસ દ્વારા ગુમ થયેલા છોકરાને શોધવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. દરેક દિશામાં ટીમો બનાવી તપાસ કરવાની કાર્યવાહી ચાલુ જ છે.
આ પણ વાંચોઃઅમદાવાદીઓ પ્રોપર્ટી ટેક્સ ભરવામાં અવ્વલ, આંકડો જાણી રહેશો દંગ