ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

વર્ષો બાદ ચૂરા કે દિલ મેરા ગીત પર અક્ષય અને શિલ્પાએ કર્યો ડાન્સ, જુઓ વીડિયો

  • અક્ષય અને શિલ્પા શેટ્ટી ક્યારેક સિક્રેટ રિલેશનશીપમાં હતા, 31 વર્ષ બાદ ચૂરા કે દિલ મેરા રી-ક્રિએટ કર્યાનો વીડિયો વાયરલ થયો

HD ન્યુઝ ડેસ્કઃ શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર 90ના દાયકાના પ્રખ્યાત કપલ ​​રહ્યા છે. એક સમય હતો જ્યારે બંને સ્ટાર્સ તેમના કરિયરના શિખર પર હતા અને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. જોકે બંનેની પ્રેમ કહાની વધુ આગળ વધી શકી નહીં. તેમની આઈકોનિક ફિલ્મ ‘મૈં ખિલાડી તુ અનાડી’નું ગીત ચૂરા કે દિલ મેરા…આજે પણ ચાહકોને તેમની કેમેસ્ટ્રીની યાદ અપાવે છે. હવે ઘણા વર્ષો પછી અક્ષય અને શિલ્પાએ આ ગીત રી-ક્રિએટ કર્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અક્ષય-શિલ્પાએ તેમના આઇકોનિક ગીત પર ડાન્સ કર્યો.

તાજેતરમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ દરમિયાન, બંનેને સ્ટેજ પર બોલવવામાં આવ્યા અને તેમને તેમના પ્રખ્યાત ગીત પર નૃત્ય કરવા વિનંતી કરવામાં આવી. લગભગ 31 વર્ષ પછી બંને સ્ટાર્સે તેમના આઈકોનિક ગીત ‘ચુરા કે દિલ મેરા…’ ના હૂક સ્ટેપ્સ રજૂ કર્યા હતા. અક્ષય સફેદ રંગના પોશાકમાં જબરજસ્ત ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જ્યારે શિલ્પાએ સફેદ સાડીમાં ટૂ ધ પોઈન્ટ હૂક સ્ટેપ્સ કર્યા હતા, હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેને જોઈને ચાહકોને યાદગાર અનુભવ થયો છે.

બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરતા હતા

સ્ટેજ પર એક સાથે ડાન્સ કરતા જોઈને ત્યાં હાજર પ્રેક્ષકોએ ખૂબ તાળીઓ પાડી હતી. તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે અક્ષય અને શિલ્પા સિક્રેટ રિલેશનશિપમાં હતા. એવી અફવાઓ હતી કે ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાની નજીક આવ્યા અને ડેટિંગ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. તે દિવસોમાં રવિના ટંડનના અક્ષય સાથેના સંબંધોની અફવાઓ પણ ફેલાઈ હતી, જેના કારણે તેનું શિલ્પા સાથે બ્રેકઅપ થઈ ગયું. જોકે બ્રેકઅપના લાંબા સમય પછી બંને હવે એકબીજાના સારા મિત્રો બની ગયા છે.

આ પહેલા પણ 90ના દાયકાની આ હિટ જોડી ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળી ચૂકી છે, પરંતુ ચુરા કે દિલ મેરા ગીત પર સાથે ડાન્સ કરતો આ વીડિયો એવો છે જેની ચાહકોને અપેક્ષા નહોતી. હવે આ વીડિયો જોયા પછી લોકો આશા રાખી રહ્યા છે કે અક્ષય અને શિલ્પા ટૂંક સમયમાં કોઈ પ્રોજેક્ટ માટે સાથે આવશે. બંનેને સાથે જોવું દર્શકો માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય.

આ પણ વાંચોઃ Ashish Chanchlani ભાવુક થયો, વિવાદ પછી પહેલીવાર ફેન્સને ખુલાસો આપ્યો; જુઓ વીડિયો

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button