જીત મેળવ્યા બાદ આપના ધારાસભ્ય એક્શન મોડમાં, હોસ્પિટલની બેદરકારીનો કર્યો પર્દાફાશ
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પાંચ સીટો મેળવી છે. તેમાની એક સીટ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની છે. જેમાં આદિવાસી નેતા અને આપના ઉમેદવારે ભવ્ય જીત મેળવી હતા. જીત મેળવ્યા બાદ હવે ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમણે પોતાના વિસ્તારમાં ચાલતી સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા.
ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં ચાલતી આરોગ્ય સુવિધાઓને વિશે માહીતી મેળવવાની તજવીજ હાથ ધરી છે. જે અંતર્ગત તેઓ અચાનક ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે પહોંચી ગયા હતા. અને ત્યાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની તપાસ હાથ ધરી હતી.
હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનો અભાવ
ચૈતર વસાવા દ્વારા અહી તપાસ કરાતા હોસ્પિટલમાં આરોગ્યય સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. આટલી મોટી હોસ્પિટલમાં પોર્ટેબલ ટીએલસી મશીન, ઓક્સિજન કોન્સ્ટેટર, મલ્ટી પેરામીટર સેલ કાઉન્ટરો સહિતની મશીનરીનો અભાવ જોવા મળ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તપાસ કરતા એક્સરે મશીન 1986ના મોડેલનું હોવાનું બહાર આવ્યું હતું.
ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી
ડેડીયાપાડામાં નવી સિવિલ હોસ્પિટલની ઇમારત બે વર્ષથી તૈયાર કરી દેવામાં આવી છે. છતા પણ હજુ સુધી તેનું લોકોર્પણ કરવામાં આવ્યું નથી. જેથી અહીંના લોકોને આરોગ્યની પુરતી સેવાઓ મળી રહેતી નથી જેથી ચૈતર વસાવાએ એક મહિનામા આ નવી સિવિલ હોસ્પિટલનું ઉદ્ગાટન નહી કરવામાં આવે તો લોકો દ્વારા હોસ્પિટલનું જાતે જ લોકોર્પણ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.સાથે જ જૂની સિવિલ હોસ્પિટલમાં સવા મશીનરીની સાધનો લાવવા માટે ટકોર કરી હતી. વધુમા તેમણે જો સરકાર આ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ નહી અપાવે તો તેઓ જનભાગીદારીથી સુવિધાઓ વધારશે તેવું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો :ગુજરાત સહિત દેશભરના ખેડૂતોએ ફરી છેડ્યું આંદોલન, આ મુદ્દાને લઈને ઉતર્યા મેદાને