કમર સુધી ભરાયેલા પાણીમાં છોકરાઓ રમ્યા વોલીબોલ, વાયરલ વીડિયો જોયા પછી યાદ આવી જશે તમારું બાળપણ
- કમર સુધી ભરેલા પાણીમાં વોલીબોલ રમી રહેલા છોકરાઓનો વીડિયો થયો વાયરલ
- પાણીમાં વોલીબોલ રમવાની મજા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને યાદ આવ્યું તેમનું બાળપણ
તમિલનાડુ, 22 જુલાઈ: વોલીબોલ રમતા છોકરાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરાઓ કમર સુધીના વરસાદના પાણીમાં વોલીબોલ રમી રહ્યા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે. ખેતર સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયું છે. ખેતરને જોઈને તો એવું લાગે છે કે જાણે નદી હશે. આ પાણી ભરેલા મેદાનમાં છોકરાઓ કોઈ પણ ચિંતા વગર વોલીબોલ રમી રહ્યા છે.
પાણીમાં વોલીબોલ રમવાની લઈ રહ્યા છે મજા
ઈન્સ્ટાગ્રામ પર @volleydonor Namaના પેજ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે આ નજારો દક્ષિણ ભારતના તમિલનાડુના કુટ્ટીક્કડવુ કોઝિકોડ જિલ્લાનો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – “પાણીમાં પણ વોલીબોલનો ઉત્સાહ. કુટ્ટીક્કડવુ કોઝિકોડ જિલ્લાનો એક સુંદર વિસ્તાર છે અને તે સિવાય તે એક એવી જગ્યા છે જ્યાં વોલીબોલ પ્રેમીઓની સંખ્યા ઘણી છે. જ્યારે વરસાદની મોસમ આવે છે, ત્યારે લોકોના આંગણા ભરાઈ જાય છે. પાણી સાથે અહીં દરરોજ વોલીબોલ જોવાની મજા આવે છે.
અહીં જૂઓ વાયરલ વીડિયો:
View this post on Instagram
વીડિયો દક્ષિણ ભારતનો
સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. તે જ સમયે ઘણા લોકો આ વીડિયો પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે. લોકો આ અનોખી રમત અને તેને રમનારા ખેલાડીઓના વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- આ મેચ જોવામાં આટલી મજા આવે છે, તો તેને રમવાની કેટલી મજા આવતી હશે. બીજાએ લખ્યું – યાર, તેમને રમતા જોઈને ખૂબ સારું લાગે છે, મને મારા બાળપણની યાદ આવી ગઈ.
આ પણ વાંચો: કેન્સર સામે લડી રહેલી હિના ખાનનો જુસ્સો તો જૂઓ, લોકો કરી રહ્યા છે હિંમતની પ્રશંસા