ટ્રેન્ડિંગનેશનલ

મોબાઈલમાં પોર્ન જોઈને સગીર બહેન પર આચર્યું દુષ્કર્મ, પછી ગળું દબાવીને કરી હત્યા

Text To Speech
  • ઘરે કોઈ ન હોવાથી મોબાઈલમાં જોયા પોર્ન વીડિયો
  • વીડિયો જોયા બાદ સગી બહેન પર દુષ્કર્મ આચર્યાની ધટના આવી પ્રકાશમાંં

ઉત્તર પ્રદેશ, 6 ફેબ્રુઆરી: કાસગંજમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સગા ભાઈએ તેની સગીર બહેન પર દુષ્કર્મ આચરીને સંબંધને કલંકિત કર્યો છે. દુષ્કર્મ બાદ આરોપીએ સગીર બહેનનું ગળું દબાવી ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલ્યો છે.

શું છે સમગ્ર ઘટના?

વાસ્તવમાં મામલો કાસગંજ જિલ્લાના પટિયાલી કોતવાલી વિસ્તારનો છે. જ્યાં 3 ફેબ્રુઆરી 2024 ના રોજ મધ્યરાત્રિએ, તેની 17 વર્ષની સગી બહેન સાથે ઘરે સૂઈ રહેલા 19 વર્ષના ભાઈએ તેના મોબાઈલમાં પોર્ન વીડિયો જોયા બાદ તેની બાજુમાં સૂતી તેની સગીર બહેન પર દુષ્કર્મ આચર્યું હતું. મામલો બહાર આવશે તેવા ડરથી તેણે તેની બહેનનું ગળું દબાવી પોતાની જ સગી બહેનની હત્યા પણ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સંજુએ સમગ્ર ઘટનાનો ખુલાસો પોલીસ સમક્ષ કર્યો હતો.

કાકાએ કર્યો ભત્રીજા ઉપર કેસ

મૃતકના કાકાએ 4 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના ભત્રીજા સંજુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારથી પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત હતી. આજે પોલીસે આરોપી સંજુની ધરપકડ કરી લીધી છે.

કોઈને ખબર પડવાના ડરે કરી બહેનની હત્યા 

પોલીસે કડક પૂછપરછ કરી તો આરોપી સંજુએ જણાવ્યું કે તે તેની સગીર બહેન સાથે તેના ઘરે એકલો હતો અને તેની માતા સંબંધીઓને મળવા ગઈ હતી. તે તેની બહેન પાસે સૂઈ ગયો હતો અને તેની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. પછી તેને ડર હતો કે તે આ વાત કોઈને કહેશે. જેના કારણે તેણે તેની બહેનનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેની હત્યા કરીને ભાગી ગયો હતો.

પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો છે. આ સાથે પોલીસે મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો પણ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ પણ વાંચો:દેશમાં ફરીવાર ઘૂસણખોરીનો પ્રયાસ: સરહદે ઝડપાયા પાકિસ્તાની-અફઘાન નાગરિક

Back to top button