ટ્રેન્ડિંગમનોરંજન

OTT પર કલ્કિ 2898 AD જોયા બાદ લોકોએ કર્યો અરશદને સપોર્ટ, પ્રભાસને કહ્યો જોકર

  • અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં કલ્કિમાં પ્રભાસને જોકર ગણાવ્યો હતો. ઓટીટી પર કલ્કિ જોયા પછી લોકો કહી રહ્યા છે કે અરશદનું નિવેદન સાચું છે

23 ઓગસ્ટ, મુંબઈઃ પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ કલ્કિ 2898 AD 22 ઓગસ્ટના રોજ OTT પ્લેટફોર્મ પર રીલીઝ થઈ છે, પરંતુ ફિલ્મ સ્ટ્રીમ થતા જ ચર્ચામાં આવી ગઈ છે. પ્રભાસના પાત્રને લઈને અરશદ વારસીએ એક ઈન્ટરવ્યુમાં તેને જોકર કહ્યો હતો. આવી સ્થિતિમાં હવે લોકો એમ પણ કહી રહ્યા છે કે તેમનું નિવેદન સાચું છે.

ઓટીટી પર કલ્કિ જોયા બાદ લોકોએ અરશદને સપોર્ટ કર્યો

પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 AD ઓટીટી પર રીલીઝ થયા પછી કેટલાક લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો અરશદની જોકર વાળી વાત સાચી હોવાનું કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેણે કશું કહ્યું નથી. અરશદ વારસીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કલ્કિ 2898 ADનો રિવ્યુ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે મેં કલ્કિ જોઈ, પરંતુ મને ન ગમી. તેણે ફિલ્મમાં અમિતાભના રોલના ખૂબ વખાણ કર્યા, પરંતુ પ્રભાસને જોકર ગણાવ્યો હતો.

યુઝરે આપી પ્રતિક્રિયા

અભિનેતાએ આગળ કહ્યું હતું કે પ્રભાસ ફિલ્મમાં જોકર જેવો દેખાઈ રહ્યો છે. આ પછી અરશદનું આ નિવેદન ખૂબ ચર્ચામાં આવ્યું. જેના કારણે તે ટ્રોલ પણ થયો હતો. જો કે, હવે ઓટીટી પર આ ફિલ્મ જોયા બાદ ઘણા લોકોને અરશદનું નિવેદન સાચુ લાગ્યું છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ દરમિયાન કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે અરશદ વારસીએ કંઈ ખોટું નથી કહ્યું. તેને પ્રભાસનું પાત્ર પસંદ નથી આવ્યું અને આ અંગે તેની ટીકા થવી જોઈએ. ફિલ્મમાં પ્રભાસ ખરેખર જોકર જેવો દેખાતો હતો, ફિલ્મમાં તેના તમામ સીન ખૂબ જ ખરાબ હતા.

પ્રભાસનો કલ્કિ લુક ખૂબ જ ખરાબ

અન્ય યુઝરે કમેન્ટ કરી કે મેં હમણાં જ કલ્કિને જોઈ અને અરશદ વારસીએ જે કહ્યું તેની સાથે હું સંમત છું. અન્ય એક યુઝરે લખ્યું છે કે પ્રભાસ ભલે પેન ઈન્ડિયા સ્ટાર છે, પરંતુ બાહુબલીને છોડીને તેણે એવું કંઈ જ નથી કર્યું, જેના માટે તેને એક્ટિંગમાં માસ્ટર કહી શકાય. તે ઓડિયન્સને આકર્ષી શકે છે, પરંતુ એક્ટિંગની બાબતમાં તે એવરેજ છે. માનો કે ના માનો અરશદ વારસી સો ટકા સાચો છે. પ્રભાસનો કલ્કિ લુક ખૂબ જ ખરાબ છે.

આ પણ વાંચોઃ આ હૉન્ટેડ લોકેશન પર થયું ‘stree 2’નું શૂટિંગ, રાજકુમાર રાવે જણાવ્યો ડરામણો કિસ્સો

Back to top button