મતદાન પછી કિટલી પર ચાની ચુસ્કી લેતા મુખ્યમંત્રીએ લોકોને કહી આ વાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે વહેલી સવારે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ ખાતે મતદાન કર્યુ હતું. મુખ્યમંત્રીએ આજે સવારે શીલજ ગામની શાળામાં મતદાન કર્યુ હતું અને ત્યારબાદ શીલજ ગામમાં ચાની કિટલી પર ચાની ચુસ્કી પણ લીધી હતી.
આ પણ વાંચો : યુવાનોને શરમાવે તેવો છે વૃદ્ધાનો જુસ્સો, મતદાન કરવા માટે એમ્બ્યુલન્સની લીધી મદદ
મુખ્યમંત્રીએ શીલજ ગામમાં કિટલી પર લીધી ચાની ચુસ્કી
શીલજ ગામમાં ચાની કિટલી પર મુખ્યમંત્રી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચાની ચુસ્કી લીધી હતી અને ચા ચુસ્કી માણતા લોકોને મતદાનની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે કોઈનો મત બાકી ન રહે, ધ્યાન આપજો અને બધા મત આપજો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સાદગીને માણવા શીલજ ગામનો લોકો પણ ઉમટી પડ્યા હતા અને મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બુથ નં.૯૫, શીલજ પ્રાથમિક શાળા ખાતે સહપરિવાર મતદાન કર્યું હતું.
આપ સૌ પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવી લોકતંત્રને વધુ સુદ્રઢ બનાવવામાં યોગદાન આપશો. pic.twitter.com/OvhvPGjfNS
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 5, 2022
સૌને મતદાનની કરી અપીલ
નોંધનીય છે કે વડાપ્રધાન સહિત મુખ્યમંત્રીએ પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. શીલજ ખાતે મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાને સંબોધતા કહ્યું હતુ કે,’ શાંતિ પૂર્ણ રીતે જેમ પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ કર્યુ એમ આ લોકશાહીના ઉત્સવમાં સૌ ભાગીદાર થઈ બીજા તબક્કામાં દરેક લોકો મતદાન કરે અને લોકશાહીનું પર્વ ધામધુમથી ઉજવાય તેવી મારી અપીલ છે, ગુજરાતની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે આપણે ખૂબ ભારી મતદાન કરવું જોઈએ.’