ગુજરાતટોપ ન્યૂઝ

દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ

  • ગુજરાતમાં હાલ અંદાજે 1,000 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે
  • સિદ્ધપુર, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ
  • ગુજરાતમાં બટાકાનું વાર્ષિક 40 લાખ ટનનું ઉત્પાદન

દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ છે. જેમાં ફૂડ પ્રોસેસિંગ કામગીરી વધતા ગુજરાત કોલ્ડ સ્ટોરેજ કેપેસિટીમાં દેશમાં ટોપ-ફાઈવમાં પહોંચ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પવન સાથે ઠંડીનો ચમકારો, જાણો ક્યા કેટલુ તાપમાન રહ્યું

ગુજરાતમાં હાલ અંદાજે 1,000 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે

ગુજરાતમાં હાલ અંદાજે 1,000 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે જેમાંથી 412 કોલ્ડ સ્ટોરેજ સ્પેશિયલ બટાકા માટે જ છે, ગત વર્ષે આ સંખ્યા 386 કોલ્ડ સ્ટોરેજની હતી. આમાં કોન્ટ્રાક્ટ ફર્મિંગ કરતા ખેડૂતો અને ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બટાકા સ્ટોર કરે છે. ગુજરાતમાં ડીસા, પાલનપુર, સિદ્ધપુર, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ પોટેટો કોલ્ડ સ્ટોરેજ આવેલા છે અને આવતા એક વર્ષમાં આ વિસ્તારમાં પ્રોસેસિંગ કંપની ઓપરેટેડ અને પ્રાઇવેટ મળીને બીજા 20 નવા કોલ્ડ સ્ટોરેજ શરુ થશે જેમાં અંદાજે રૂ. 150-200 કરોડનું રોકાણ આવશે. આ ઉપરાંત વેજીટેબલ્સ અને ફ્રુટ્સ, અનાજ કરિયાણા માટે તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફ્શિરીઝ માટેના ઘણા કોલ્ડ સ્ટોરેજ શરુ થયા છે.

કોલ્ડ સ્ટોરેજ સેક્ટરમાં રૂ. 150-200 કરોડથી વધુનું રોકાણ આવવાની સંભાવના

કોલ્ડ સ્ટોરેજ સેક્ટરમાં રૂ. 150-200 કરોડથી વધુનું રોકાણ આવવાની સંભાવના છે. તેમજ ગુજરાતમાં હાલ અંદાજે 1,000 જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોમાં ફૂડ પ્રોસેસિંગની પ્રવૃત્તિઓ ઘણી જ વધી છે જેના કારણે રાજ્યમાં ખાસ કરીને બટાકાના કોન્ટ્રાક્ટ ફર્મિંગ પણ વધ્યું છે. આ બધાના કારણે ગુજરાતમાં કોલ્ડ ચેઈનની જરૂરિયાત ઉભી થતા બટાકા ઉગાડતા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

ગુજરાતમાં બટાકાનું વાર્ષિક 40 લાખ ટનનું ઉત્પાદન

ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ત્રણ-ચાર વર્ષ પહેલા આ મામલે ટોપ-10માં હતું જે હવે દેશમાં ચોથા ક્રમે આવી ગયું છે. દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. ગુજરાતમાં બટાકાનું વાર્ષિક 40 લાખ ટનનું ઉત્પાદન છે. તેની સામે કોલ્ડ સ્ટોરેજ કેપેસિટી 30.15 લાખ ટનની છે. એટલે કે ઉત્પાદનના 75% બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર થઇ શકે છે.

Back to top button