તાઈવાનમાં અમેરિકી હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની હાલની યાત્રાને લઈને ચીનનો ગુસ્સો હજુ શાંત નથી થયો કે સોમવારે અમેરિકાનું પ્રતિનિધિમંડળ તાઈવાન પહોંચ્યું છે. અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ઈડી મર્કીના નેતૃત્વમાં પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ તાઈવાન પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળે તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી. ત્યારે આ મુલાકાતને લઈને ચીન ફરી ભડક્યું છે.
અમેરિકાના પગલાંને લઈને ચીને તાઈવાનની આજુબાજુ ફરી એકવખત જોરદાર યુદ્ધાભ્યાસ કર્યું. એટલું જ નહીં ચીને અમેરિકાને ફરી ચેતવણી આપી કે તેઓ જંગ માટે હંમેશાથી તૈયાર છે. રિપોટ્સ મુજબ ચીને ભવિષ્યમાં પણ તાઈવાનની આસપાસ વોર ડ્રિલ કરશે તેવી જાહેરાત કરી છે.
સોમવારે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું કે PLAએ તાઈવાની આસપાસ યુદ્ધાભ્યાસ કર્યું છે અને સાથે જ કહ્યું ચીનની સેના યુદ્ધ માટે હંમેશાથી તૈયાર છે. તો બીજી બાજુ તાઈવાનના રક્ષા મંત્રાલયનો દાવો છે કે તેમને 30 ચાઈનીઝ ફાઈટર પ્લેન અને પાંચ ચીની યુદ્ધજહાજને આઈલેન્ડની આજુબાજુ જોયા છે, જેમાં PLAના 15 વિમાનોએ તાઈવાનની અનૌપચારિક મધ્ય રેખાને પાર કરી છે. આ મધ્ય રેખાથી ચીની ક્ષેત્ર સમાપ્ત થાય અને તાઈવાનની સરહદ શરૂ થઈ જાય છે.
PLAના પ્રવક્તાએ આ કહ્યું
PLAના પ્રવક્તા વૂ કિયાને કહ્યું કે, ચીની પીપલ્સ લિબરેશન આર્મી યુદ્ધ માટે પ્રશિક્ષણ અને તૈયાર યથાવત રાખી છે. સેના રાષ્ટ્રીય સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની દ્રઢતાની રક્ષા કરે છે અને તાઈવાનની સ્વતંત્રતા, અલગતાવાદ અને વિદેશી હસ્તક્ષેપને કોઈ પણ રૂપે દ્રઢતાથી કચડી નાખે છે.
તાઈવાનના રાષ્ટ્રપતિને મળેલા અમેરિકી પ્રતિનિધિમંડળમાં પાંચ સેનેટર હતા, જેમાં ચાર ડેમોક્રેટ અને રિપબ્લિકનના સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિનિધિમંડળ સુરક્ષા, જળવાયુ પરિવર્તન પર ચર્ચા કરવા અને તાઈવાન માટે અમેરિકાના સમર્થનની પુષ્ટિ કરવા માટે સાઈ ઈંગ વેનને મળ્યાં હતા.