દેશ-ભર માં આજે રક્ષાબંધન મનાવામાં આવી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રક્ષાબંધનના પવિત્ર અવસર પર નાની બાળકીઓ પાસે રાખડી બંધાવી હતી. રાખડી બંધાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ દરેક બાળકને તિરંગો આપ્યો હતો. પીએમ નરેન્દ્રમોદી એ દરેક બાળકને તિરંગો આપીને હર-ઘર તિરંગા અભિયાનનની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ દરમ્યાન બાળકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ ના નારા પણ લગાવ્યા હતા.
પ્રધાનમંત્રીને બાળકો સાથે વાતચીત કરતાં અને ચર્ચા કરતાં પણ નજરે પડયા હતા અને બાળકો ને જણાવ્યું કે દેશ આ વર્ષે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ કેવી રીતે ઉજવી રહ્યો છે. સાથે-સાથે તેમણે રાષ્ટ્રીય ધ્વજના રંગો પર પણ બાળકો સાથે ચર્ચા કરી હતી.અને તમામ બાળકો સાથે ચર્ચા કરી અને તમામ બાળકોને 15 ઓગસ્ટના રોજ પોતાના ઘરે તિરંગો લગાવવાનો આગ્રહ કર્યો.
Every Indian has a special bond with the Tiranga. Gave the Tiranga to my young friends earlier today. The smile on their faces says it all! pic.twitter.com/I7cKCJYeg6
— Narendra Modi (@narendramodi) August 11, 2022
કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત 13 થી 15 ઓગસ્ટ સુધી ‘હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહયું છે. સંસ્કૃતિ મંત્રાલયના અનુસાર આ પહેલની પાછળનો વિચાર લોકોના દિલમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા અને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ વિશે જાગૃતતાને વધારવાનો છે.આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના અવસર પર પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરનાર સફાઇ કર્મીઓ, સહાયકો અને અન્ય કર્મચારીઓની પુત્રીઓ પાસે રાખડી બંધાવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ પોતાના આવાસ પર આ વર્ષે બાળકી સાથે રાખડી બંધાવી હતી. તેમના અનુસાર પ્રધાનમંત્રીને રાખડી બાંધવાનારાઓમાં સફાઇકર્મી, માળી અને વાહન ચાલકોની પુત્રીઓ સામેલ હતી. અધિકારીઓએ એક વીડિયો પણ શેર કર્યો જેમાં પ્રધાનમંત્રી સફાઇકર્મી, સહાયક, માળી અને વાહનચાલકોની પુત્રીઓ પાસે રાખડી બંધાવતા જોવા મળ્યા છે.
આ પહેલાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી ને દેશવાસીઓને રક્ષા-બંધનની શુભકામનાઓ આપી હતી. ભાઇ અને બહેન વચ્ચે પ્રેમના પ્રતીક રૂપમાં શ્રાવણ મહિનાની પૂનમને દેશભરમાં રક્ષા બંધનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.