જે રીતે ચોમાસાની સિઝન જામી છે તે રીતે ખેડૂતો માટે સૌથી મોટી રાહત આપનારી છે. તેમજ રાજ્યના તમામ ઉદ્યોગ ધંધાની સાથે સામાન્ય જનતા માટે પણ રાહત છે કે આ વર્ષે પાણીની અછત સર્જાય શકે તેમ નથી. આખરે 2 વર્ષ બાદ સીઝનનો 100 ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 155.36% વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 107.47% વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 108.31% વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં 90% વરસાદ વરસ્યો છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 100% ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ ઝોનમાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ 155.36% વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100% થી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો : અમદાવાદઃ ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, આજ સવારથી લોકો માટે રિવરફ્રન્ટ વોકવે બંધ
છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં મેઘ મહેર
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 તાલુકામાં 2 ઈંચથી 8 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે 148 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 2-3 દિવસમાં અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે. જેમા સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટવાની આગાહી