ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

IIT-BHU રેપ કેસમાં બે મહિના બાદ પોલીસને મળી સફળતા, ત્રણની ધરપકડ

વારાણસી, 31 ડિસેમ્બર: ગયા મહિને IIT બનારસ હિન્દુ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. આ ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો હતો. પરંતુ છેલ્લા બે મહિનાથી પોલીસ આરોપીઓને પકડી શકી ન હતી. ત્યારે હવે પોલીસને મોટી સફળતા મળી છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?

નવેમ્બરની શરૂઆતમાં IIT BHUમાં એક વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવી હતી. IIT BHUમાં મેથેમેટિકલ એન્જિનિયરિંગ વિભાગમાં B.Techની વિદ્યાર્થિની બુધવારે મધરાત પછી લગભગ 1.30 વાગ્યે ન્યૂ ગર્લ્સ હોસ્ટેલમાંથી ફરવા માટે નીકળી હતી. જ્યારે તે કેમ્પસમાં ગાંધી સ્મૃતિ છાત્રાલયના ચોક પર પહોંચી ત્યારે તેણીને તેનો મિત્ર ત્યાં મળ્યો. કરમણ વીર બાબા મંદિર પાસે, બુલેટ સવાર ત્રણ યુવકો પાછળથી આવ્યા અને વિદ્યાર્થિની અને તેના મિત્રને રોક્યા. થોડા સમય પછી મિત્રને ત્યાંથી ભગાડી મુકવામાં આવ્યો. વિદ્યાર્થિનીએ પોલીસને આપેલી ફરિયાદમાં લખ્યું છે કે યુવકે તેણીને ગળેફાંસો આપીને એક ખૂણામાં લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે પહેલા કિસ કરી પછી તેના મિત્રો સાથે મળી કપડા ઉતારી વીડિયો અને ફોટા પાડ્યા અને રેપ કર્યો. બૂમો પાડ્યા બાદ તે યુવકોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ઘટના બાદ અનેક વિદ્યાર્થીઓએ ન્યાય માટે ભારે વિરોધ કર્યો હતો

  • ઘટનાના વિરોધમાં અનેક વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને વિદ્યાર્થીઓ કેમ્પસમાં બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ કરી રહ્યા હતા.

લંકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી

ઘટના બાદ BHUમાં ભારે હોબાળો થયો હતો. વિદ્યાર્થીઓના વિરોધને પગલે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. વિદ્યાર્થીઓએ વિરોધમાં સમગ્ર કેમ્પસ બંધ કરી દીધું હતું. વર્ગખંડો અને લેબમાં સંશોધન કાર્ય પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પસની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. તે જ સમયે, પોલીસે આ મામલે લંકા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી હતી.

બે મહિના બાદ પોલીસને મળી સફળતા

લગભગ બે મહિના બાદ વારાણસી પોલીસને મોટી સફળતા મળી છે. BHU IIT કેમ્પસના 170 થી વધુ CCTV કેમેરાના ફૂટેજને અલગ-અલગ પોલીસ ટીમો સ્કેન કરી કેસની તપાસ કરી રહી હતી. ત્યારે બે મહિના બાદ પોલીસે કુણાલ પાંડે, આનંદ ઉર્ફે અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલની ધરપકડ કરી છે. આ ત્રણેય પર વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. ઘટના બાદ તેની તસવીર પણ સામે આવી હતી. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી મોટર સાયકલ પણ કબજે કરી છે.

આ પણ વાંચો: બિહારમાં (કુ)શાસનનું સૌથી વરવું સ્વરૂપઃ મહિલાઓને ગર્ભવતી કરીને…

Back to top button