ઉતાર-ચઢાવ વચ્ચે બજાર ડાઉનટ્રેન્ડ પર બંધ થયું માર્કેટ, સેન્સેક્સમાં 289 પોઈન્ટનો ઘટાડો થયો
સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ગુરુવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા હતા. બેન્કિંગ, રિયલ્ટી અને શેર્સમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે એફએમસીજી, ફાર્મા અને મેટલ ઇન્ડેક્સ નજીવા વધારા સાથે બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 289.31 પોઈન્ટ્સ અથવા 0.50 ટકાના ઘટાડા સાથે 57,925.28 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 75.00 પોઈન્ટ એટલે કે 0.44 ટકાના ઘટાડા સાથે 17,076.90 ના સ્તર પર બંધ થયો હતો.
Sensex falls 289.31 points to settle at 57,925.28; Nifty declines 75 points to 17,076.90
— Press Trust of India (@PTI_News) March 23, 2023
એસબીઆઈ, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક્નોલોજીસ, કોટક મહિન્દ્રા બેંક અને અદાણી એન્ટરપ્રાઈઝીસ ગુરુવારના વેપારમાં નિફ્ટીમાં ટોપ લોઝર હતા. જ્યારે હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, નેસ્લે ઈન્ડિયા, ભારતી એરટેલ, મારુતિ સુઝુકી અને JSW સ્ટીલ ટોચના નિફ્ટી ગેનર હતા.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બુધવારે BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 139.91 પોઈન્ટ્સ અથવા 0.24 ટકા વધીને 58,214.59 ના સ્તર પર બંધ થયા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 44.40 પોઈન્ટ એટલે કે 0.26 ટકાના વધારા સાથે 17,151.90 ના સ્તર પર બંધ થયો હતો.
મોબાઈલ ફોનની નિકાસ ફેબ્રુઆરીમાં વધીને $9.5 બિલિયન થઈ
ફેબ્રુઆરીમાં દેશમાંથી મોબાઈલ ફોનની નિકાસ વધીને $9.5 બિલિયન થઈ ગઈ છે. કુલ નિકાસમાં એપલનો હિસ્સો અડધો છે. મોબાઈલ ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રી બોડી ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ ચાલુ નાણાકીય વર્ષમાં દેશમાંથી $10 બિલિયનના મોબાઈલ ફોનની નિકાસના લક્ષ્યાંકને પાર કરવા જઈ રહ્યો છે. ICEA અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં દેશમાંથી મોબાઈલ ફોનની નિકાસ $5.5 બિલિયન હતી.