ગુજરાત

બે દિવસ બાદ ફરી માવઠાનું સંકટ! જાણો ક્યા વિસ્તારોમાં ખાબકશે વરસાદ

Text To Speech
  • હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદને લઈને કરી આગાહી
  • આગામી 11 અને 12 એપ્રિલે ફરી ખાબકશે વરસાદ
  • ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા

રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આ કમોસમી વરસાદ હજુ પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી. રાજ્યમાં ફી એખ વખત વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 11 અને 12 અપ્રિલે વરસાદની આગાહી કરવામા આવી છે.

આગામી 11 અને 12 એપ્રિલે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એક વાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 11 અને 12 એપ્રિલે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. અગાઉ વરસેલા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે હજુ પણ વિરામ ન લેતા ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતી સર્જાઈ છે.

કમોસમી વરસાદ -humdekhengenews

આ વિસ્તારોને થશે અસર

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 11 અને 12 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદની શક્યતા રહેલી છે. જેમાં 11 એપ્રિલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ 12 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગરમીનો પારો વધવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ ગરમીનો પારો પણ વધશે. અને પાંત દિવસે 40 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : વડોદરા : બે સગી બહેનોના મૃતદેહ નર્મદા નદીમાંથી મળ્યા

Back to top button