બિઝનેસ

ટ્વિટર, મેટા અને માઈક્રોસોફટ પછી એમેઝોન પણ કરશે 10,000 કર્મચારીઓની છટણી, જાણો શું છે મોટું કારણ

એમોઝોન પાસે 31 ડીસેમ્બર 2021 સુધીમાં લગભગ 1,608,000 ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ કર્મચારીઓ હતા. વિશ્વની સૌથી મોટી રીટેલ કંપની એમોઝોન તેના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. પહેલા સોશિયલ મીડિયા કંપની પ્લેટફોર્મ ટ્વિટર, પછી ફેસબુકના મેટા અને પછી માઈક્રોસોફ્ટે તેના સ્ટાફમા ઘટાડો કર્યો છે. આ પછી હવે એમેઝોન પણ પોતાના વર્કિંગ સ્ટાફની છટણી કરવાની નિર્યણ લેવા જઈ રહ્યું છે. આ આઠવાડીએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે.

શું છે આ છટણીનું કારણ ?

મળતી માહિતી મુજબ, એમેઝોન કંપનીનું વેચાણ ઘટી રહ્યું છે. જેના કારણે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે. માત્ર એમેઝોન જ નહી પરંતુ અન્ય કંપનીઓમાં પણ આ જ સ્થિતિ છે. તેની પાછળ વૈશ્વિક મંદીની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને મોટી કંપનીઓએ તેમના ખર્ચ ઘટાડવા આ પ્રકારના નિર્ણય લીધા છે.

આ પણ વાંચો : દુનિયા માટે આજનો દિવસ યાદગાર તેમજ ચિંતાજનક રહેશે, જાણો કેમ ?

1 ટકા કર્મચારીઓની થશે છટણી

એમોઝોન પાસે 31 ડીસેમ્બર 2021 સુધીમાં લગભગ 1,608,000 ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમ કર્મચારીઓ હતા. એમેઝોને 1 મહિનાની લાંબી સમિક્ષા બાદ કર્મચારીઓની છટણીનો નિર્યણ લોધો છે. જો એમેઝોન 10,000 કર્મચારીઓની છટણી કરે છે, તો તે એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટી છટણી હશે. એમેઝોન વિશ્વભરમાં 1.6 મીલીયનથી વધી લોકોને રોજગારી આપે છે. જેમાં કંપની માત્ર 1 ટકા કર્મચારીઓને કાઢી નાખવા જઈ રહી છે.

ટ્વિટર, મેટા અને માઈક્રોસોફટ પછી એમેઝોન પણ કરશે 10,000 કર્મચારીઓની છટણી, જાણો શું છે મોટું કારણ - humdekhengenews

કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ ?

તે જાણીતું છે કે અમેરિકા, યુરોપ જેવા ઘણા મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ ઉતર-ચઢાવના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. તેની સીધી અસર બજારની માંગ અને મોટી કંપનીઓની નોકરીઓ પર જોવા મળી રહી છે. ત્યારે આવી રીતે અનેક કંપનીઓ તેમના કર્મચારીઓ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. ખર્ચને નિયંત્રિત કરવા, માટે કંપની તેના કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહી છે.

કંપનીઓનું શું કહેવું છે આના પર?

ખર્ચ ઘટાડવા માટે એમેઝોન જેવી કંપનીઓ તેમની કામગીરીમાં રોબોટ્સનો ઉપયોગ વધારી રહી છે. હાલમાં, એમેઝોન દ્વારા વિતરિત કરાયેલ 3/4 પેકેટસ અમુક પ્રકારની રોબોટિક સિસ્ટમમાંથી પસાર થાય છે. આ અંગે એમેઝોન રોબોટ્કિસ ચીફ ટાય બ્રેડીએ કહ્યું છે કે, આગમી 5 વર્ષમા પેકેજીંગમાં 100ટકા રોબોટિ્ક સીસ્ટમ આવી શકે છે. આ રોબોટ કેટલા સમયમાં માનવ કર્મચારીઓનું સ્થાન લે છે તે હજું કહી સહાય એમ નથી. તેમને કહ્યું છે કે, કામગીરી ચોક્કસ બદલાય છે પરંતુ માનવીની જરૂરિયાત હંમેશા રહેવાની છે.

Back to top button