ટ્વિટર અને મેટા બાદ હવે એમેઝોનમાં છટણીની તૈયારી..! નવી ભરતી પર રોક
ટ્વિટર અને મેટા (ફેસબુક)માં કર્મચારીઓની છટણી બાદ હવે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રિટેલ સ્ટોર કંપની એમેઝોનના કર્મચારીઓ પણ તેમની નોકરી ગુમાવવાના જોખમમાં છે. એક રિપોર્ટ્સ અનુસાર, એમેઝોન પણ તેના કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીએ પહેલાથી જ નવા કર્મચારીઓની ભરતી કરવાનું બંધ કરી દીધું છે. કંપનીના નાણાકીય પડકારોને ધ્યાનમાં રાખીને, હાલમાં ભરતીની પ્રક્રિયા સ્થગિત છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ફેસબુકની પેરન્ટ કંપની મેટા પોતાના 11000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી ચૂકી છે.
આ પણ વાંચો : હિમાચલમાં આજે તમામ 68 બેઠકોનું મતદાન, સવારથી લોકોમાં ભારે ઉત્સાહ
એમેઝોને ગયા અઠવાડિયે નોકરી પર રોક લગાવવાની કરી હતી જાહેરાત
યુએસ ટેક્નોલોજી અને ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને વૈશ્વિક મંદીના ભય વચ્ચે બિન-નફાકારક ખર્ચ ઘટાડવાની શરૂઆત કરી છે. એમેઝોનના ટોચના એક્ઝિક્યુટિવ દ્વારા મોકલવામાં આવેલા આંતરિક મેમો અનુસાર, કંપનીએ ગયા અઠવાડિયે નવી ભરતી પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. આ પછી, અટકળો શરૂ થઈ ગઈ છે કે કંપની તેના કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે.
આખી રોબોટિક્સ ટીમને પિંક ચિટ આપવામાં આવી
એમેઝોનમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયર જેમી ઝાંગે LinkedIn પર તેના કનેક્શન્સની માહિતી આપી હતી કે, તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. અન્ય એક ભૂતપૂર્વ કર્મચારીએ એમ પણ કહ્યું કે, કંપનીની આખી રોબોટિક્સ ટીમને પિંક ચિટ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે LinkedIn ના ડેટા અનુસાર, કંપનીના રોબોટિક્સ વિભાગમાં ઓછામાં ઓછા 3,766 લોકો કાર્યરત છે. તેમાંથી કેટલાને દૂર કરવામાં આવ્યા છે તે હજુ સ્પષ્ટ નથી.