તુનિષાના પરિવાર બાદ હવે શીઝાનના પરિવારની પ્રેસ કોન્ફરન્સ : થયા ઘણાં મોટા ખુલાસા !
તુનિષા આત્મહત્યા કેસમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ તુનિષાની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરી શીઝાન ખાન પર ઘણાં મોટા આરોપો લગાવ્યાં હતા, અને કોર્ટે શીઝાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો, ત્યારે હવે આજે શીઝાન ખાનના પરિવારે પ્રેસ કોન્ફરન્સ કરી તુનિષાની માતાના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે, તેમજ શીઝાન ખાનની બહેન શફાક નાઝ અને શીઝાનના વકીલે તુનિષાની માતા વનિતા શર્મા પર આરોપો લગાવ્યાં છે. કોન્ફરન્સમાં શીઝાનના વકીલે દાવો કર્યો છે કે તુનિષાના તેના પરિવાર સાથે સારા સંબંધો નોહતા. આટલું જ નહીં અભિનેત્રીની માતાએ તેનું ગળું દબાવતી અને તેને મારતી પણ હતી.
આ પણ વાંચો : શીઝાન ખાનની મુશ્કેલી વધી : કોર્ટે 14 દિવસ માટે મોકલ્યો કસ્ટડીમાં, પરિવારે આપી પ્રતિક્રિયા
These allegations are baseless and wrong. Sheezan never used to consume drugs. The allegation made by Tunisha Sharma's mother is absolutely wrong: Sheezan Khan's sister Shafaq Naaz pic.twitter.com/yuIutBJr3m
— ANI (@ANI) January 2, 2023
શીઝાનના પરિવારે શું કહ્યું?
શીઝાનની બહેન શફાક નાઝે કહ્યું હતું કે,’તુનિષાની માતાના તમામ આરોપોને પાયાવિહોણા છે. શીઝાન ક્યારેય ડ્રગ્સ લેતો નહોત અને તેણે ક્યારેય તુનિષા પર હાથ ઉપાડ્યો નહોતો. તુનિષા સાથે મારા બહેન જેવા સંબંધો હતા. તુનિષાનો હિજાબ ફોટો ટીવી શોનો છે. જ્યારે અમે માયથો શો કરતા હતા ત્યારે અમે સાથે હિન્દી શીખીતા હતા. ભાષાને ધર્મ સાથે શું સંબંધ છે? કોઈપણ ભાષા બોલવાનો મતલબ ધર્માંતરણ નથી. ધર્મ વ્યક્તિગત છે. અમે કોઈને દબાણ કરતા નથી. તમે ધર્મ પર કેમ અટકી ગયા છો. અહીં માનસિક સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. તુનિષાનો હિજાબ ફોટો સેટનો છે. તુનિષાએ સીન દરમિયાન હિજાબ પહેર્યો હતો. આ એ જ દ્રશ્યનો ફોટો છે. સેટ પર ગણપતિ સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. પવન શર્મા (તુનિષાના મેનેજર/કાકા)એ જે કહ્યું કે તેણીએ હિજાબ પહેર્યું હતું તે ખોટું છે. હિજાબ ચેનલ દ્વારા પહેરવામાં આવ્યો હતો, અમારા દ્વારા નહીં.
Tunisha Sharma death case | The picture of Tunisha in hijab being circulated is from the set of the show which was part of the shoot. It can be seen. We never made her wear hijab, it was from the channel: Sheezan's sister & Co-actor Shafaq Naaz pic.twitter.com/mDmBH55d4N
— ANI (@ANI) January 2, 2023
તુનિષાની માતા તેને કામ માટે દબાણ કરતી : શીઝાનની બહેન શફાક નાઝ
આ ઉપરાંત મેં તુનિષાની બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું. તેની માતાને આ વાતની જાણ હતી, તેથી આ વાત તુનિષાના પરિવારને ગમી નહોતી, કેમ કે તેની માતા મીડિયા સાથે એક ભવ્ય પાર્ટી રાખવા ઇચ્છતી હતી. બધું તોડીમરોડીને કહેવામાં આવ્યું છે. તમે માનસિક સ્વાસ્થ્યને દૂર કરીને બધી વાત કરો છો. તુનિષાની માતા તેની સંભાળ રાખી શકતી નોહતી. તુનિષા કામ કરવા માંગતી ન હતી. તે ફરવા માંગતી હતી. અમને ખૂબ ગર્વ છે કે અમે તેને 5 મહિના સુધી ઘણી બધી ખુશીઓ આપી છે. ઘણી વાર તુનિષાની માતા તેને વારંવાર ફોન કરતી હતી, તેથી ગુસ્સામાં તુનિષા તેનો ફોન ફેંકી દેતી હતી. તુનિષાની માતા તેને કામ માટે દબાણ કરતી હતી. તે શૂટિંગમાં જવા માંગતી ન હતી. તુનિષાને ક્યારેય માતાનો પ્રેમ મળ્યો નથી. તુનિષા 15 દિવસથી ખૂબ જ પરેશાન હતી.
બંને વચ્ચે કોઈ બ્રેકઅપ થયું નોહતું
તુનિષાની માતા શીઝાન સાથેના સંબંધો ઈચ્છતી નોહતી. તુનિષાની આ પહેલી રિલેશનશીપ નહોતી. આ પહેલા પણ તુનિષાના બે સંબંધો હતા. પરંતુ તે ક્યારેય તૂટ્યું નહીં. તુનિષા શીઝાન અને તેના પરિવારને છેલ્લા 5 મહિનાથી ઓળખતી હતી. શીઝાન અને તુનિષા કરિયર પર ફોકસ કરવા માંગતા હતા. બંને વચ્ચે બ્રેકઅપ થયું નોહતું, જેના કારણે તુનિષાએ પોતાનો જીવ લીધો હતો. જો આવું થયું હોત તો તુનિષા સેટ પર આવીને તેની સાથે શૂટ ન કરતી. તેની માતાના આરોપો ખોટા છે. જો એવું હોત તો બ્રેકઅપના 15 દિવસ પછી કોણ આત્મહત્યા કરે ? શીઝાન પાસે કોઈ ગુપ્ત ગર્લફ્રેન્ડ નથી.
Tunisha Sharma death case | Tunisha's mother accepted that she has been neglecting Tunisha & that she didn't take care of her. Tunisha's depression was due to her childhood trauma: Sheezan's sister & Co-actor Falaq Naaz pic.twitter.com/RigCXW5FEv
— ANI (@ANI) January 2, 2023
તુનિષાના માનસિક સ્વાસ્થ્યની અવગણના કરવામાં આવી રહી છે
તુનિષાની માતાએ કબૂલાત કરી હતી કે તે તેની પુત્રીની સંભાળ રાખી શકતી નથી. તુનિષાના ડિપ્રેશનનું કારણ તેના બાળપણનો ટ્રોમા હતો. તુનિષાને કામ કરવા માટે દબાણ કરવામાં આવતું. કાશ, તેને બ્રેક આપવામાં આવ્યો હોત.અને તેણીની સારવાર કરવામાં આવી હોત તો તે આજે અમારી સાથે હોત. તુનિષા 20 વર્ષની હતી, પરંતુ તેનું મન 10 વર્ષના બાળક જેવું હતું. શીઝાને કોઈ નિવેદન બદલ્યું નથી. પ્રથમ દિવસનું જે નિવેદન હતું તેના પર તે અડગ છે. તુનિષા ભણવા માંગતી હતી, પરંતુ તેની માતા તુનિષાને કામ કરવા દબાણ કરતી. દીકરીને પૈસા માટે આશ્રિત બનાવી. શીઝાન નિર્દોષ છે. અમે તુનિષાને ક્યારેય એકલી છોડી નથી. તુનિષાના માનસિક સ્વાસ્થ્યની અવગણના કરવામાં આવી રહી છે.
તુનિષાની માતા તેને પૈસા આપતી નહોતી !
શીઝાનના વકીલનો એવો પણ દાવો છે કે તેની માતા તુનિષાની મહેનતની કમાણી પોતાની પાસે રાખતી હતી અને તેણે તેને એક પૈસો પણ આપ્યો ન હતો. તેના પૈસા માટે તુનિષાને તેની માતાની સામે વારંવાર ભીખ માંગવી પડી હતી. તેની માતા વનિતા શર્મા તુનિષાને પૈસા માટે ઘણી પૂછપરછ કરતી હતી.
તુનિષાની માતાએ શીઝાન પર આ આરોપ લગાવ્યા હતા
જણાવી દઈએ કે, તુનિષાની માતા વનિતા શર્માએ શીઝાનના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે તે તુનિષાને ઉર્દૂ શીખવી રહ્યો હતો અને તેના પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે તુનિષા તેના પરિવારને મોંઘી ભેટો આપતી હતી. શીઝાનની બહેન માટે બર્થડે સરપ્રાઈઝ પ્લાન કરતો હતો. તુનિષાની માતાએ પણ શીઝાનના પરિવાર પર અભિનેત્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. હાલમાં, શીઝાન 14 દિવસોમની ન્યાયિક કસ્ટડીમાં છે.