રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. આ સાથે આજે અરવલ્લી-મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો વળી અમદાવાદમાં વરસાદની નહિવત્ શક્યતા હોવાનું પણ જણાવ્યુ હતું છે. હાલમાં રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર છે. સરદાર સરોવરમાં 52 ટકાથી વધુ પાણીનો જથ્થો છે
હવામાન વિભાગે શુ આગાહી કરી ?
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનું જોર વધશે. જો કે આજ રોજનીવાત કરીએ તો અરવલ્લી- મહીસાગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સાથે જ કચ્છના પણ કેટલાંક વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે. આજે દીવ-દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દ્વારકામાં વરસાદ વરસી શકે છે.
માછીમારોને દરિયો ના ખેડવા સુચના
ઓખા ખાતે ગુજરાતના દરિયાકિનારથી 70 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં વાવઝોડાના કારણે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા નજીક પૂર્વોત્તર અરબી સમુદ્ર પર દબાણ ઝોન છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.વાવાઝોડું સમાપ્ત ન થાય ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.