ઈંગ્લેન્ડ સામે જીત પછી ધવન અને પંતે કરી રોહિત શર્માની હાલત ખરાબ, જુઓ વીડિયો
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં શાનદાર જીત મેળવી છે. શરુઆતમાં ચાર વિકેટ પડી ગયા પછી રિષભ પંત અને હાર્દિક પંડ્યાએ કમાન સંભાળીને શાનદાર જીત અપાવી હતી. આ પછી પોસ્ટ મેચ સેરેમની દરમિયાન ખેલાડીઓ એટલા ગેલમાં આવી ગયા હતા કે શાનદાર અંદાજમાં જીતની ઉજવણી કરી હતી. ભારતીય ટીમ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં મેચ જીત્યા બાદ અલગ જ અંદાજમાં ઉજવણી કરી હતી.
આ દરમિયાન શિખર અને રિષભ પંતે કેપ્ટન રોહિત શર્મને શેમ્પેઇનથી નવડાવી દીધો હતો. એક તરફ વિનિંગ ટીમની ફોટોગ્રાફરીની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યાં તો બીજી તરફ શિખર ધવનના હાથમાં શેમ્પેઇનની બોટલ આવી જતા તેણે રોહિત શર્માને રીતસરનો નવડાવી દીધો હતો. આ દરમિયાન રોહિત વારંવાર સેમ્પેઈનથી પલડતા થોડો ગુસ્સામાં પણ આવ્યો હતો પરંતુ પછી તે હસી ગયો હતો. ફોટો પડાવ્યા પછી વિરાટ કોહલીએ રોહિત શર્મા તરફથી બદલો લીધો અને શિખર ધવનને શેમ્પેઇનથી નવડાવી દીધો હતો.
WINNERS ???????????? pic.twitter.com/iYu3JSsI5j
— Sky Sports Cricket (@SkyCricket) July 17, 2022
પ્લેયર ઓફ ધ મેચ બન્યો રિષભ પંત
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે વનડે ક્રિકેટમાં પોતાની પહેલી સદી ફટકારી છે. 2018માં વનડેમાં ડેબ્યુ કરનારા પંતે પહેલીવાર સદી અને 26 વનડેથી રાહ જોવાઈ રહી હતી તેનો અંત લાવી દીધો હતો. સદી પણ તેણે એવા સમયે લગાવી કે જ્યારે ટીમને તેની સૌથી વધારે જરુર હતી. ટીમ પહેલા 9 ઓવરમાં ટોપ ત્રણ બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કહોલી અને શિખર ધવનની વિકેટ ગુમાવી દીધી હતી. જે પછી પંત અને હાર્દિક પંડ્યાએ 113 બોલમાં 125 રનની પાર્ટનરશીપ કરીને ટીમને શાનદાર જીત અપાવી છે.
આ ઉપરાંત ICC ના વનડે રેન્કિંગમાં પણ ભારતનું સ્થાન પણ આગળ વધ્યું છે. ભારતે 109 પોઈન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે તો પાકિસ્તાન 106 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. જ્યારે ઈંગ્લેન્ડ 121 પોઈન્ટ સાથે બીજા અને 128 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડ પહેલાં સ્થાન પર છે.