નેશનલ

વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન દેશભરમાં દોડશે, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત

Text To Speech

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગઈ કાલે કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કર્યું હતું. આ બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામા આવ્યું છે. બજેટ રજૂ થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે. રેલવે પ્રધાન અશ્વિની કુમાર જેમાં તેમણે કહ્યું કે વંદે ભારત ટ્રેનની સફળતા બાદ હવે રેલવે 2024-25 સુધીમાં વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામા આવી રહ્યું છે.

વંદે મેટ્રો ટ્રેન -humdekhengenews

પ્રોડક્શન અને ડિઝાઇનનું કામ આ વર્ષે કરાશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વંદે મેટ્રો શહેરોમાં 50-60 કિમીનું અંતર કાપવાનો કોન્સેપ્ટ લઈને આવી રહી છે. પ્રોડક્શન અને ડિઝાઇનનું કામ આ વર્ષે કરવામાં આવશે. આવતા વર્ષથી તેને શરૂ કરવાની યોજના છે. રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે વંદે મેટ્રો 125 થી 130 કિમીની ઝડપે દોડશે. તેની ડિઝાઇન મુંબઈ સબ-અર્બનની તર્જ પર હશે.

125થી 130 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવશે

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર વંદે મેટ્રોનને 125થી 130 કિલોમીટરની ઝડપથી દોડાવવામાં આવશે. આ વંદે મેટ્રો ટ્રેનને 1950 અને 1960ના દાયકામાં ડિઝાઇન કરાયેલી અનેક ટ્રેનોને રિપ્લેસ કરવામાં આવશે. તેની જો કે ડિઝાઈનને લઈને હજુ પડદો હટાવવામાં આવ્યો નથી.

શું હશે વંદે મેટ્રો ટ્રેનની વિશેષતા?

વંદે મેટ્રો ટ્રેનમાં સુવિધાઓ વંદે ભારત ટ્રેન જેવી જ હશે. વંદે ભારત ટ્રેનની જેમ આ ટ્રેનમાં પણ આધુનિક બ્રેક સિસ્ટમ, રેડ સિગ્નલ બ્રેકિંગથી બચવા માટે કવચ સેફ્ટી સિસ્ટમ, ઓટોમેટિક ડોર, ફાયર સેન્સર, GPS, LED સ્ક્રીન હશે, જે મુસાફરોને આગલા સ્ટેશન વિશે અગાઉથી જાણ કરવામાં આવશે. અને આ વંદે મેટ્રો ટ્રેનમાં એન્જિન સંપૂર્ણપણે હાઇડ્રોજન આધારિત હશે. જેના કારણે પ્રદૂષણ શૂન્ય થશે. જોકે, વંદે મેટ્રોમાં ટોઈલેટની વ્યવસ્થા હશે નહીં.

ભાડું કેટલું હશે ?

આ ટ્રેનનું ભાડું ઘણું ઓછું હશે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ મુસાફરી કરી શકશે.

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ખેલાડીઓ પર મોદી સરકાર મહેરબાન, સ્પોર્ટ્સ બજેટમાં કર્યો આટલો વધારો

Back to top button