ઉર્વશીએ પૂછ્યું ‘દિવાળી ઓસ્ટ્રેલિયામાં મનાવુ કે ભારતમાં’ તો યુઝરે કહ્યું- પહેલા પંતભાઈને મનાવો
ઉર્વશી રૌતેલા અને રીષભ પંત થોડા સમયથી ખુબ જ ચર્ચામાં છે. ત્યારે બન્ને વચ્ચે જામેલી ટ્વીટર વોર બાદ ઉર્વશી રૌતેલા વારંમવાર ટ્રોલ થઈ રહી છે. જે બાદ ઉર્વશી પંતનો પીછો કરતી કરતી ઓસ્ટ્રેલિયા પહોચી ગઈ હતી. ત્યાંથી ગઈકાલે ઉર્વશીએ એક વીડિયો શેર કર્યો હતો જેના કેપ્શનમાં પુછ્યુ હતુ કે આ દિવાળી ઓસ્ટ્રેલિયામાં મનાવું કે ભારતમાં. જેના જવાબ ચાહકોએ રમુજી ભર્યા અભિપ્રાય આપવાનું શરૂ કર્યું છે.ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે ત્યાં ગઈ હતી. જો કે, ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઉર્વશી કોઈ પ્રોજેક્ટના સંબંધમાં ઓસ્ટ્રેલિયા ગઈ છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, ‘દિવાળી ઓસ્ટ્રેલિયામાં મનાવુ કે ભારતમાં?
ઉર્વશી સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ છે. પરંતુ તેનું નામ રિષભ પંત સાથે જોડાયેલું હોવાથી તે જ્યારે પણ વીડિયો મૂકે છે ત્યારે હંગામો મચી જાય છે. ત્યારે તાજેતરમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને કેપ્શન લખી ચાહકોને સવાલ કર્યો હતો જેમાં ચાહકોએ પોતાની રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યુ છે. ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. અને કેપ્શન લખ્યું, ‘દિવાળી ઓસ્ટ્રેલિયામાં મનાવુ કે ભારતમાં?’ જે વિડીયો જોયા પછી ચાહકો દ્વારા કોમેન્ટનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે.
યુઝર્સની કોમેન્ટ્સ
આ વીડિયો પર એક યુઝરે એવી કોમેન્ટ કરી છે કે , ‘પહેલા પંતભાઈને મનાવો પછી દિવાળી મનાવજો, તો બીજા યુઝર્સે લખ્યું આ નિશાન ઋષભ પંતના દિલ પર લાગશે તો કામ બનશે. તો એક વ્યક્તિએ કહ્યું- ઋષભ પંતને જોઈને જ તમારી દિવાળીની ઉજવણી કરજો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેત્રી ટીમ ઈન્ડિયાને ચીયર કરવા માટે ત્યાં ગઈ હતી. જો કે, ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઉર્વશી કોઈ પ્રોજેક્ટના સંબંધમાં ઓસ્ટ્રેલિયા ગઈ છે..’ એકે લખ્યું કે તેમને સમજવું ખૂબ મુશ્કેલ છે, પછી બીજી કોમેન્ટ આવી, ‘હું પાગલ થઈ ગયો છું, કદાચ પ્રેમમાં.’
ઉર્વશી રૌતેલાના આ વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘હાય રે ક્રેઝી, રિષભ પંત ભાઈને જુઓ, સહમત, મેડમ.’ તો એકે લખ્યું, ‘આટલી ખુશી, આટલી ખુશી, એવું લાગે છે કે ઋષભ પંતે તેને અનબ્લૉક કર્યો છે.’
આ પણ વાંચો: ઉર્વશી રૌતેલા ફરી થઈ ટ્રોલ : કરવા ચોથની પાઠવી શુભેચ્છાઓ, યુઝર્સે પૂછ્યું – શું રિષભ પંત માટે કરશો ઉપવાસ?