વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતના બિન હથિયારી 76 DYSPની બદલીના આદેશ
ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલીનો દોર યથવાત છે. સરકારના વિવિધ વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ચૂંટણી આવતા હવે બદલી થવા લાગી છે. જેમાં IPS, અને મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલી બાદ ગુજરાતના બિન હથિયારી 76 DYSPની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
76 DYSPની બદલીના આદેશ
ગુજરાતમાં ચૂંટણી પહેલા ગૃહવિભાગ ધ્વારા વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના બિન હથિયારધારી 76 DYSPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે. જેમાં ખંભાળીયાના હિરેન્દ્ર ચૌધરીની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનમાં બદલી, બી.વી પંડ્યાની રાજકોટમાં મદદનીશ પોલીસ કમિશનર પશ્ચિમ ઝોનમાં બદલી, અમરેલીના આરી.ડી.ઓઝાની અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝનમાં બદલીના આદેશ અપાયા છે. તે સહિત અનેક અધિકારીઓની બદલી કરવામાં આવી છે
કોની ક્યાં બદલી
ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયુ છે તે પહેલા રાજ્યમાં એક બાદ એક અનેક અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવી રહ્યા છે. જેમાં આજે 76 જેટલા બિન હથિયારધારી 76 DYSPની બદલી કરવામાં આવી છે
તાજેતરમાં જ મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી કરાય
તાજેતરમાં જ IPS બાદ મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના કલેક્ટર રમેશ મેરજાની નવ દિવસમાં જ બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમને ફરીથી અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે નિમાવામાં આવ્યા છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી ડી કે પારેખ ભાવનગરના નવા કલેક્ટર તરીકનો આદેશ કરાયો છે.
આ પણ વાંચો ; ભાજપે કામ કર્યું હોત તો કેન્દ્રના નેતાઓએ સભાઓ ના કરવી પડે: કોંગ્રેસ નેતા