તવાંગ અથડામણ બાદ ચીનના વિદેશમંત્રીએ ભારત સાથેના સંબંધ અંગે કરી મહત્વની જાહેરાત
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીનના અને ભારતના સૌનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આજે ચીને મોટુ નિવેદન આપ્યું છે. ચીનના વિદેશમંત્રીએ વાંગ યીએ ભારત સાથેના સબંધને લઈને નિવેદન આપ્યું છે.
ચીનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન
તવાંગ અથડામણ બાદ આજે ચીનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત સાથે દોસ્તીનો રાગ આલાપ્યો છે. તેમણે રાજદ્વરાપી અને સૌન્ય માધ્યમો દ્વારા વાતચીત જાળવી રાખી છે. અને બંન્ને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવી રાખવા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
ચીનના વિદેશ મંત્રીએ કહી આ વાત
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત સાથેના સબંધોને લઈને કહ્યું કે, “ભારત અને ચીને રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા એક બીજા સાથે વાતચીત જાળવી રાખી છે. વધુમાં તેમણે કહ્યું કે બંન્ને દેશો સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અ અમે ચીન-ભારત સંબંધોના સ્થિર અને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા તૈયાર છીએ.”
મહત્વનું છે કે 20 ડિસેમ્બરે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો 17મો રાઉન્ડ યોજાયો હતો. જેમાં બંન્ને દેશો દ્વારા સરહદ પર શાંતિ જાળવી રાખવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અને બંને પક્ષો સરહદી વિસ્તારોમાં સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા સંમત થયા હતા.
આ પણ વાંચો : PM મોદીની આ વર્ષની છેલ્લી અને 96મી “મન કી બાત”, જાણો શું આપ્યો લોકોને સંદેશ