ટ્રેન્ડિંગસ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ બાદ ભારત ઝિમ્બાબ્વે સામે રમશે 5 T20 મેચ,શેડ્યુલ જાહેર

Text To Speech

ઝિમ્બાબ્વે 6 ફેબ્રુઆરી 2024 : ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામેની શ્રેણી બાદ ભારત T20 વર્લ્ડ કપ પછી તરત જ ઝિમ્બાબ્વે સામે 5 T20 મેચ રમશે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે દ્વારા ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે પાંચ T20 મેચોની શ્રેણી રમાશે તેની જાહેરાત કરવામાં આવી છે.

ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણીની જાહેરાત

ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર માહિતી આપી છે કે જુલાઈમાં ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે પાંચ T20 મેચોની શ્રેણી રમાશે. ભારત અને ઝિમ્બાબ્વે મેચ હરારેમાં 6 થી 14 જુલાઈ દરમિયાન ટી-20 શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે.

શું કહ્યું ઝિમ્બાબ્વે ક્રિકેટના વડાએ ?

ભારત અને ઝિમ્બામ્વે વચ્ચે યોજાનાર T20 સીરિઝને લઈને ઝિમ્બાબ્વે ક્રિકેટના વડા તવેંગવા મુકુહલાનીએ કહ્યું કે, અમે જુલાઈમાં T20 સીરિઝ માટે ભારતની યજમાની કરવા માટે ઉત્સુક છીએ, ક્રિકેટની રમતને હંમેશા ભારતના પ્રભાવ અને રમત પ્રત્યેના સમર્પણથી ઘણો ફાયદો થયો છે અને હું ફરી એકવાર ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે પ્રતિબદ્ધ થવા બદલ BCCIનો ખૂબ ખૂબ આભાર માનું છું.’

6 જુલાઈ થી 14 જુલાઈ સુધી હરારેમાં રમાશે મેચ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની રમાનારી 5 T20 મેચની સિરીઝ ઝિમ્બાબ્વેના હરારેમાં રમાશે. આ શ્રેણીની છેલ્લી મેચ 14મી જુલાઈએ રમાશે. આ 5 T20 મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી T20 મેચ સિવાયની તમામ મેચો બપોરે 1.00 વાગ્યે શરૂ રમાશે. ત્રીજી T20 મેચ 10 જુલાઈએ રમાશે. તે સાંજે 6 વાગ્યે શરૂ થશે.

ઝિમ્બાબ્વે vs ભારત T20 શ્રેણી શેડ્યૂલ:

આ પણ વાંચો : રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે, જાણો ટિકિટના કેટલા ચૂકવવા પડશે

Back to top button