અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટના સૂચન બાદ તંત્ર એક્શનમાં : હવે વિદ્યાર્થીઓ પાસે લેવડાવામાં આવશે “પ્રતિજ્ઞા”

Text To Speech

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ચાઈનીઝ દોરી મામલે અમદાવાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદના DEOએ તમામ સ્કૂલના આચાર્યને પત્ર લખી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવા જણાવ્યું છે. મહત્વનુ છે કે હાઈકોર્ટે રાજ્ય સરકારને તમામ શાળાઓમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે જાગૃતિ કાર્યક્રમ કરવા સૂચન કર્યું હતું. જે બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે.

DEOએ તમામ સ્કૂલના આચાર્યોને લખ્યો પરિપત્ર

રાજ્યમાં ચાઈનીઝ દોરીની વેચાણ મામલે હાઈકોર્ટના આદેશ બાદ સરકાર એક્શમાં આવી છે. રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા તેના વેચાણ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાંટકણી કાઢી હતી અને હાઈકોર્ટે રાજ્ય સરકારને ચાઈનીઝ દોરીના વેચાણને અટકાવવા માટે લોક જાગૃતિનો સંદેશ ફેલાવવા માટે આદેશ આપ્યો હતો. જેમાં રાજ્યની સ્કૂલોમાં જઇને ચાઈનીઝ દોરી મામલે જાગૃતિ કાર્યક્રમ ચલાવવા સૂચન કર્યું હતું. જે બાદ અમદાવાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને અમદાવાદના DEOએ તમામ સ્કૂલના આચાર્યને પરિપત્ર લખ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવા જણાવ્યું છે.

ચાઈનીઝ દોરી પરિપત્ર-humdekhengenews

હાઈકોર્ટના કડક આદેશ બાદ રાજ્ય સરકાર એક્શનમા

રાજ્યમાં ચાઈનિઝદોરી પર પ્રતિબંધ હોવા છતા તેનું વેચાણ થતા રાજ્યમાં ઘાતકી ઘટનાઓમાં વધારો થયો હતો. જેના કારણે અનેક લોકોને તેમના જીવ ગૂમાવવા પડ્યા હતા. અને ચાઈનીઝ દોરીના કારણે આકાશમાં ઉડતા પક્ષીઓને પણ નુકશાન પહોંચતુ હતુ જેથી ચાઈનીઝ દોરીના વેચાણ મામલે કડક કાર્યવાહી કરવા માટે હાઈકાર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેથી આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ મામલે એક્શનમાં જોવા મળી રહી છે. અને રાજ્યમા ચાઈનીઝ દોરીના વેચાણને અટકાવવા માટે પગલા લઈ રહી છે.

આ પણ વાંચો : નવસારીમાં ફાયર સેફ્ટી વગરની મિલકતો સીલ, પાલિકાની કાર્યવાહીથી દુકાનદારોમાં રોષ, વિરોધ પ્રદર્શનની ચીમકી

Back to top button