ટ્રેન્ડિંગમનોરંજન

‘સ્ત્રી 2’ની સફળતા બાદ ‘સ્ત્રી 3’ પણ તૈયાર, શ્રદ્ધા કપૂરે આપી હિંટ

  • 2018માં રીલીઝ થયેલી ‘સ્ત્રી’ની સિક્વલ ‘સ્ત્રી 2’એ જોરદાર કમાણી કરી છે, હવે તેના ત્રીજા ભાગને લઈને સારા સમાચાર આવ્યા છે અને તેની હિંટ શ્રદ્ધા કપૂરે જ આપી છે

19 ઓક્ટોબર, મુંબઈઃ શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી 2’ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ હોરર-કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મ એવા સમયે આવી જ્યારે થિયેટર્સમાં સુસ્તી છવાયેલી હતી. 2018માં રીલીઝ થયેલી ‘સ્ત્રી’ની સિક્વલ ‘સ્ત્રી 2’એ જોરદાર કમાણી કરી છે અને મોટી ફિલ્મોને ટક્કર આપી છે. આવી સ્થિતિમાં ચાહકો માટે તેના ત્રીજા ભાગને લઈને સારા સમાચાર આવ્યા છે અને તેની હિંટ શ્રદ્ધા કપૂરે જ આપી છે.

‘સ્ત્રી 3’ની સ્ટોરી તૈયાર

‘સ્ત્રી 2’ પછી તેનો ત્રીજો ભાગ પણ બનવા માટે તૈયાર છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પુષ્ટિ કરી છે કે ટૂંક સમયમાં જ નિર્માતાઓ ફિલ્મની આગળની કહાની સાથે આવી રહ્યા છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે દિગ્દર્શક અમર કૌશિક પાસે પહેલેથી જ સ્ત્રી 3ની વાર્તા તૈયાર છે. શ્રદ્ધાએ કહ્યું કે જ્યારે અમર સરે મને કહ્યું કે તેમની પાસે સ્ત્રી 3 માટે એક વાર્તા છે, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ હતી, કેમકે મને લાગે છે કે કંઈક વધુ સારું થવાનું છે. હું સ્ક્રિપ્ટ સાંભળવાની રાહ પણ ન જોઈ શકી.

હાલમાં શ્રદ્ધાએ ‘સ્ત્રી 3’ વિશે વધુ માહિતી આપી નથી અને ન તો તેણે તેની કાસ્ટ વિશે કંઈપણ જાહેર કર્યું છે, પરંતુ એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ફિલ્મનો ત્રીજો ભાગ ચોક્કસપણે બનવા જઈ રહ્યો છે અને મેકર્સ ટૂંક સમયમાં તેના પર કામ શરૂ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)

‘સ્ત્રી 2’ની બોક્સ ઓફિસ પર ધમાલ

‘સ્ત્રી 2’એ ભારતીય બોક્સ ઓફિસ પર 713 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વર્લ્ડવાઈડ આ ફિલ્મે 856 કરોડ રૂપિયા કરતા પણ વધુ બિઝનેસ કર્યો છે. 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રીલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો હજુ પણ પ્રેમ આપી રહ્યા છે. આ ફિલ્મ તેની રિલીઝના 2 મહિના પછી પણ થિયેટર્સમાંથી ઉતરી નથી અને હવે તેને OTT પર પણ સ્ટ્રીમ કરવામાં આવી રહી છે.

આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજનની મૌડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, અને અમર કૌશિક દ્વારા નિર્દેશિત છે. સ્ત્રી 2 માં રાજકુમાર રાવ, શ્રદ્ધા, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં હતા, જ્યારે અક્ષય કુમાર અને તમન્ના ભાટિયાએ કેમિયો રોલ કર્યો હતો.

આ પણ વાંચોઃ KBCમાં બની ગજબ ઘટના, ચાલુ શો એ સ્પર્ધકની આ અપીલથી ચોંક્યા અમિતાભ, જૂઓ વીડિયો

Back to top button