ગુજરાતદક્ષિણ ગુજરાત

રખડતા ઢોર બાદ હવે કૂતરાઓનો આંતક, શેરીમાં રમતી બાળકી પર કર્યો હુમલો જુઓ વીડિયો

Text To Speech

 અત્યારે રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધા ગયો છે. થોડા સમય પહેલા પૂર્વ નાયબ મંત્રી નિતીન પટેલ પર એક કાર્યક્રમ દરમિયાન આખલો આવી જતા નિતીમ પટેલને અડફેટે લીધા હતાં. તે બાદ અવારનવાર આવા રખડતા ઢોરના ત્રાસના કિસ્સા જોવા મળે છે. તેની વચ્ચે હવે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક વ્યક્તિઓ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં થયો છે. જ્યાં એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરતાં બાળકીને ગાલના ભાગ પર ઈજા પહોંચી છે. બાળકીના ગાલ પર કૂતરાએ બચકુ ભર્યું હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી.

આ પણ વાંચો : રખડતાં ઢોરો અંગે ફરિયાદ મળતા બાયડ નગરપાલિકા તંત્ર એક્શનમાં

બાળકી રમતી હતી

મળાતી માહિતી મુજબ બાળકી રમી રહી હતી ત્યારે અચાનક કૂતરાએ હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાક્રમના CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે. જેમાં બાળકી રમતી રમતી અચાનક શેરીના રસ્તા પર આવી જાય છે. જ્યાં એક ગલીના કૂતરાએ તેના ગાલ પર બચકું ભર્યું. એટલું જ નહીં આની સાથે તેને જમીન પર પટકી દીધી હતી.

સીસીટીવીમાં કેદ દ્રશ્યો

વિડીયોમાં બાળકી પડી ગઈ પછી બચવા માટે તરફડિયા મારતી જોવા મળે છે. તેમ છતાં પણ શેરીનું કૂતરૂ તેને છોડતું નથી. બાળકીને જમીન પર પટકી તેના પર ચઢીને તે હુમલો કરે છે. એકવાર બાળકીએ બચવા માટે પ્રયાસ કર્યો તો ફરીથી તેને જમીન પર પટકી દીધી હતી. ત્યારપછી સોસાયટીની મહિલા બહાર તેને બચાવવા માટે આવતી જોવા મળે છે.

આ પણ વાંચો : વડોદરા સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો : આ કારણોથી પરિવારે ભર્યું અંતિમ પગલું

બચાવવા આવેલી મહિલા પર પણ હુમલો

શેરીના કૂતરાથી બાળકીને બચાવવા માટે સોસાયટીની એક મહિલા આવે છે. તેણે કૂતરાને ભગાડ્યું અને બાળકીને લઈને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ફરીથી કૂતરાએ બાળકી પર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં તેણે બચાવવા આવેલી મહિલાને પણ બચકુ ભરી લીધું હતું.

Back to top button