સુરતમાં રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ બાદ તંત્ર એક્શનમાં, રેલવે મંત્રીએ લોકોને કરી અપીલ
સુરતઃ (Surat)શહેરમાં આજે રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી હતી. (railway station)ટ્રેન પકડવા માટે ધક્કામુક્કી થઈ હતી. જેમાં ચાર લોકો બેભાન થતાં ઢળી પડ્યાં હતાં અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. (stamped)આ ઘટના બાદ વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ સહિત પોલીસ અને વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ રેલવે સ્ટેશન દોડી ગયા હતાં. (railway department)ત્યાર બાદ સુરત અને ઉધના સ્ટેશન પર મુસાફરોની ભીડનું સંચાલન કરવા માટે અધિકારીઓ એક્શનમાં આવ્યા હતાં.
મુસાફરોની ભીડનું સંચાલન કરવા માટે વ્યવસ્થા ગોઠવી
દિવાળીના તહેવારમાં લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. સુરતમાં પણ પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યાં હતાં. જ્યાં ભારે ભીડ થતાં અરાજકતા ભર્યો માહોલ સર્જાયો હતો. ટ્રેનની ક્ષમતા કરતાં મુસાફરો અનેક ઘણા વધુ હોવાને કારણે ટ્રેનમાં બેસવા માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા હતાં. જેમાં ચારેક લોકો ભીડની વચ્ચે દબાઈ જતાં બેભાન થઈ ગયાં હતાં. ત્યાં હાજર પોલીસ કર્મીઓએ તેમને સીપીઆર આપ્યો હતો અને બે લોકોની હાલત વધુ ગંભીર થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન એક પરપ્રાંતિય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તંત્રના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતાં અને મુસાફરોની ભીડનું સંચાલન કરવા માટે વ્યવસ્થા ગોઠવી હતી.
નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા
મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની ક્ષમતા વધારવા નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા છે.બુકિંગ ઓફિસ પર લાંબી કતાર ઘટાડવા મુસાફરોને વધારાની બુકિંગ સુવિધા આપવામાં આવે છે – સુરત ખાતે, ૩ કાઉન્ટર અને 9 શિફ્ટ વધારાની ઉમેરવામાં આવી છે. તેથી, 07.11.2023 પહેલા 29 શિફ્ટવાળા 11 કાઉન્ટરોની સરખામણીમાં હવે 38 શિફ્ટ માટે 14 કાઉન્ટર છે. વધુમાં, ત્યાં 3 ATM અને 3 ફેસિલિટેટર છે. જ્યારે UDN પર, 2 કાઉન્ટર અને 4 શિફ્ટ વધારાની કાર્યરત છે. તેથી હવે 7 કાઉન્ટર્સની સરખામણીમાં 13 શિફ્ટ સાથે 09 કાઉન્ટર છે અને 07.11.,2023 પહેલાં 9 શિફ્ટ છે. UDN પર 01 ATVM અને 01 ફેસિલિટેટર છે.
સ્પેશિયલ ટ્રેનોની 33 જોડીની કુલ 10 ટ્રિપ્સ ગોઠવવામાં આવી
ટ્રેનોના સંચાલન અંગેની માહિતી વિશે મુસાફરોને માર્ગદર્શન આપવા સ્ટેશન પર નિયમિત જાહેરાતો કરવામાં આવી રહી છે.કોમર્શિયલ સ્ટાફ એટલે કે, CMI, DySS (Com) પરિસ્થિતિની નિયમિત દેખરેખ માટે સ્ટેશન પર છે અને કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં મદદ પૂરી પાડે છે.પશ્ચિમ રેલવે વિવિધ સ્થળો માટે રૂસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 33 જોડીની કુલ 10 ટ્રિપ્સ ચલાવી રહી છે. ઉપરાંત, વધેલી માંગને પહોંચી વળવા માટે 13 સ્પેશિયલ ટ્રેનોની ટ્રિપ્સ લંબાવવામાં આવી છે.એ જ રીતે, સુરત-ઉધના અથવા ભેસ્તાનમાંથી લગભગ 17 જોડી ટ્રેનો પસાર થઇ રહી છે. WRની, આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોએ 6.60 લાખથી વધુ મુસાફરોને લાભ આપ્યો છે.