મનોરંજન

ડ્રીમ ગર્લ-2 : ટીઝર રિલિઝ થતાં એક જ સવાલ, શું ‘પૂજા’ હવે ‘પઠાણ’ સાથે કરશે રોમાન્સ ?

ડ્રીમ ગર્લ ફિલ્મમાં પોતાના જાદુઈ અવાજથી લોકોને દીવાના મદહોશ કરતી ‘પૂજા’ ફરી મોટા પરદા પર એકવાર પોતાના અવાજથી મદહોશ કરવા આવી રહી છે. અભિનેતા આયુષ્યમાન ખુરાનાની નવી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું ટીઝર સામે આવ્યું છે. જેમાં પૂજા પોતાના અંદાજમાં ‘પઠાણ’ સાથે વાત કરતી જોઈ શકાય છે.

પૂજા ‘ડ્રીમ ગર્લ 2’ સાથે પાછી ફરી રહી છે. પોતાના મદહોશ અવાજથી લોકોને દીવાના કરનાર પૂજા ફરી એકવાર મોટા પડદા પર પોતાના અંદાજમાં લોકોનેને દીવાના બનાવવા માટે તૈયાર છે. તાજેતરમાં અભિનેતા આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું ટીઝર સામે આવ્યું છે. જેમાં તે પૂજાના ફૂલ અવતારમાં જોઈ શકાય છે. ટીઝરને જોતા એવું લાગી રહ્યું છે કે પૂજાએ હવે કોલ સેન્ટરની જોબ છોડી દીધી છે અને  ‘પઠાણ’ સાથે વાત કરતી પણ જોઈ શકાય છે.

આ પણ વાંચો : Birthday Special: પહેલી જ ફિલ્મથી મોટું જોખમ લઈને નેશનલ ફિલ્મ એવોર્ડ સુધીની સફર…

ડ્રીમ ગર્લ પૂજા ફરી જોવા મળશે

‘ડ્રીમ ગર્લ 2’ના ટીઝરમાં ‘પૂજા’ અને ‘પઠાણ’ વચ્ચેની મસ્તીભરી વાતો સાંભળશો. ટીપ-ટોપ હોટ અંદાજમાં દેખાતી પૂજાના ફોનમાં રિંગ સંભળાય છે અને તેને ઉપાડી પૂજા બોલે છે- હેલ્લો મે પૂજા બોલ રહી હું. આપ કોન? તેના જવાબમાં શાહરૂખ ખાનના અવાજમાં સામેથી એક વ્યક્તિ બોલે છે, ‘પૂજા, મે પઠાન.’ પૂજા કહે છે, ‘ઉફ્ફ કૈસે હો મેરે પઠાન?’ પઠાણ કહે છે, ‘પહેલે સે જ્યાદા અમીર, હૈપી વેલેન્ટાઈન ડે પૂજા.’

આ પણ વાંચો : એકતા કપૂરના પ્રોજેક્ટ માંથી દિશા પટાણીની બાદબાકી, આ બે અભિનેત્રીઓના કરાયા સપંર્ક

પઠાણ, પૂજાને પૂછે છે કે, ‘ચાર સાલ બાદ તુમ્હારી આવાજ સુન રહા હું, કૈસી હો તુમ.’ પૂજા જવાબ આપે છે, ‘પહલે સે જ્યાદા હોટ, ક્યુટ એન્ડ બ્યુટીફૂલ.’ પઠાણ કહે છે, ‘જલ્દ હી મેરી જવાની આ રહી હૈ.’ પૂજા જવાબ આપે છે, ‘ઔર મેરી જવાની.’ પઠાણ પૂછે છે, ‘તુમ કબ આ રહી હો પૂજા?’ એના પ્રત્યુત્તરમાં પૂજા જણાવે છે કે તે ‘સાત કો સાથ મે આ રહી હૈ.’ પઠાણ કહે છે , ‘તુમ 7 જુલાઈ કો આ રહી હો સચ્ચી?’

આ સ્ટાર પણ સાથે હશે

આ ટીઝર અને ‘પૂજા’ તેમજ ‘પઠાણ’ની વાત વચ્ચે થયેલી વાતચીતથી ખબર પડે છે કે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ આવનાર 7 જુલાઈએ થીયેટરમાં જોવા મળશે. રીપોર્ટ અનુસાર આ ફિલ્મમાં તેમની સાથે અનન્યા પાંડે, પરેશ રાવલ, રાજપાલ યાદવ, અસરાની, વિજય રાજ, મનોજ જોશી, સીમા પાહવા, અભિષેક બેનર્જી અને મંજોત સિંહ હશે.

આ પણ વાંચો : અનન્યા પાંડેના કિલર લુક્સથી ચાહકો દંગ, ખૂબ જ ટૂંકા ડ્રેસમાં અનન્યા પાંડેની બોલ્ડ સ્ટાઈલ

આ ફિલ્મનું દિર્ગ્દર્શન રાજ શાંડીલ્યા કરી રહ્યો છે તેમજ એકતા કપૂર પ્રોડ્યુસર છે. મેકર્સનું કહેવું છે કે 2019માં આવેલી પ્રથમ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ કરતા ‘ડ્રીમ ગર્લ 2’ વધારે રમુજી અને મનોરંજક હશે. હવે એ જોવું રહ્યું કે પોતાના મદહોશ અવાજથી બધાને દીવાના કરનાર પૂજા આવનાર સમયમાં કેટલાને દીવાના કરી શકશે. ટીઝરથી ચાહકોમાં ‘ડ્રીમ ગર્લ 2’ને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Back to top button